Maharashtra

સાઉથના ડાયરેક્ટર રણવીર સિંહ સાથે પાન ઈન્ડિયા ફિલ્મ બનાવશે

મુંબઈ
સાઉથના પોપ્યુલર ડાયરેક્ટર એસ. શંકર અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે બાહુબલિ જેવી કમાલની પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવા હાથ મિલાવ્યા છે. કમલ હાસન અને રકુલ પ્રીત સિંહની ઈન્ડિયન ૨ તથા રામચરણની પાન ઈન્ડિયા ફિલ્મનું ડાયરેક્શન હાલ શંકર કરી રહ્યા છે. તેમણે પોતાની કરિયરની સૌથી મોટી અને ભવ્ય ફિલ્મ બનાવવા માટે તમિલ સાહિત્યના જાણીતા મહાકાવ્ય વેલપરીમાંથી સ્ટોરી ડેવલપ કરી છે. બાહુબલિ અને પોન્નિયન સેલ્વનની જેમ ફ્રેન્ચાઈઝી ડેવલપ કરવાનો તેમનો ઈરાદો છે. રિપોર્ટ્‌સ મુજબ, શંકર પોતાની કરિયરની સૌથી મોટી પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવા માગે છે અને તેના માટે યંગ જનરેશનના સૌથી મોટા સ્ટારની તેમને જરૂર છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં બજેટની કોઈ મર્યાદા નથી. સુપરહીરો જેવા કેરેક્ટરની મદદથી એન્ટરટેઈનમેન્ટની સાથે મેસેજ આપવાનો તેમનો ઈરાદો છે. હૃદયસ્પર્શી લવ સ્ટોરી અને વિઝ્‌યુલ ઈફેક્ટ દ્વારા શંકર આ ફિલ્મને બાહુબલિ જેવી સફળતા અપાવવા માગે છે. તેમણે લોકપ્રિય તમિલ મહાકાવ્ય વેલપરીમાંથી સ્ટોરી ડેવલપ કરી છે. વેલપરીને ત્રણ પાર્ટની ફિલ્મમાં ડેવલપ કરવાનો પ્લાન છે અને તેને હિન્દી સહિતની વિવિધ ભાષામાં એક સાથે રિલીઝ કરવામાં આવશે. મે-જૂન મહિનામાં ફિલ્મનું શૂટિંગ કરવાનો શંકરનો ઈરાદો છે. શંકર અને રણવીર સિંહની કરિયરનો આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. રણવીર સિંહ હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ, કરણ જાેહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં બિઝી છે. શંકરની ઈન્ડિયન ૨ અને રામચરણની ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે. શંકર અને રણવીરના હાથ પરના પ્રોજેક્ટ્‌સ પૂરા થયા બાદ તેઓ વેલપરી પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અગાઉ ૨૦૨૧માં શંકર અને રણવીર વચ્ચે એન્નિયન ફિલ્મની રીમેક અંગે વાત થઈ હતી, પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *