Maharashtra

સાઉથના મહેશ બાબૂના મોટાભાઈ નરેશ બાબૂ ચોથા લગ્નની ફિરાકમાં…

મુંબઈ
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના મોટાભાઇ નરેશ બાબૂ હાલ પોતાના ચોથા લગ્નને લઇને ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો નરેશ બાબૂ અને તેમની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિના સંબંધો ઠીક ચાલી રહ્યા નથી. થોડા દિવસો પહેલાં નરેશ બાબૂ અને તેમની ત્રીજી પત્નીના સંબંધો ત્યારે વધુ ખરાબ થયા જ્યારે એક હોટલમાં રોકાયેલા નરેશ પર રામ્યાએ ચંપલ વડે હુમલો કરી દીધો. આ દરમિયાન વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન પોલીસ પણ બચાવ કરતી જાેવા મળી રહી છે. વીડિયોમાં ઘટનાસ્થળ પર હાજર પોલીસે રામ્યાને રોકી અને હંગામા બાદ તેમણે હોટલમાંથી મોકલી દીધા. બીજી તરફ નરેશ પણ રામ્યા પર બૂમો પાડતા જાેવા મળ્યા. બંને વચ્ચે આવી લડાઇ જાેઇ લોકો હૈરાન છે. સમાચાર છે કે નરેશ બાબૂ પવિત્રા સાથે ચોથી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. નરેશ તેલૂગુ ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબૂના સાવકા ભાઇ છે. નરેશ દિવંગત એક્ટ્રેસ વિજયા ર્નિમલા અને તેમના પહેલા પતિના પુત્ર છે. પછી વિજયાએ મહેશ બાબૂના પિતા અને એક્ટર કૃષ્ણા સાથે લગ્ન કરી લીધા હતા. નરેશ સાઉથના જાણિતા એક્ટરથી પત્ની રામ્યા સાથે ઝઘડાના લીધે ચર્ચામાં છે. નરેશ પર આરોપ છે કે તેમનું ચક્કર અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે ચાલી રહ્યું છે અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે. નરેશે આ સમાચારોને અફવા ગણાવી છે. નરેશના અનુસાર તેમણે પોતાની પત્ની રામ્યાને છુટાછેડાની નોટીસ મોકલી હતી, ત્યારબાદ તે એક્ટરને બદનામ કરવા માટે આવા ખોટા સમાચારો ફેલાઇ રહ્યા છે. તો બીજી તરફ અભિનેત્રી પવિત્રા લોકેશે નરેશ સાથે લગ્નના સમાચારો ખોટા ગણાવ્યા છે. રામ્યા, નરેશની ત્રીજી પત્ની છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે સૌથી પહેલાં ડાન્સ માસ્ટર શ્રીનૂની પુત્રી સાથે લગ્ન કર્યા અને બીજા લગ્ન રેખા શાસ્ત્રી સાથે કર્યા. હોટલમાં પતિ-પત્નીની વચ્ચે હંગામાથી સાબિત થઇ ગયું કે બંને વચ્ચે હવે પ્રેમ રહ્યો નથી. બીજી તરફ નરેશ અને રામ્યાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *