મુંબઈ
ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સ દ્વારા એક ટિ્વટ કરવામાં આવી છે. આ ટ્વીટમાં “અલા વૈકુંઠપુરમુલુંનું અપડેટ છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ‘આલા વૈકુંઠપુરમુલું થિયેટરોમાં રિલીઝ થશે નહીં. પરંતુ તમામ ચાહકોના પ્રેમને ધ્યાનમાં રાખીને ફિલ્મ ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ‘ઢીંચેક ટીવી’ પર રિલીઝ થશે. ” આ ટિ્વટ સામે આવ્યા બાદ ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની મેગા હિટ ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમુલું’નું હિન્દી વર્ઝન ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાનું હતું. જાે કે કોઈ કારણોસર તેને રદ કરવામાં આવી છે. ગોલ્ડમાઇન્સ પ્રમોટર મનીષ શાહ અને શાહજાદાના નિર્માતાઓએ સંયુક્ત રીતે ર્નિણય લીધો છે કે ‘આલા વૈકુંઠપુરમુલું’નું હિન્દી વર્ઝન થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે નહીં. શાહજાદા મેકર્સ આ ર્નિણય માટે મનીષ શાહનો આભાર માને છે.અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ દર્શકોનએ ખૂબ જ પસંદ કરી છે. સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન અને નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ ફિલ્મથી દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ સુધી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ત્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘આલા વૈકુંઠપુરરામુલુ’ને હિન્દીમાં રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ પછી જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. જેણે લીધે ચાહકોના દિલ તૂટી ગયા હતા.જાે કે હવે નવા સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મ દર્શકો હવે ઘરે બેસીને જાેઈ શકશે.


