Maharashtra

સાઉથ વર્સીસ બોલિવૂડ મુદ્દો ચગાવવો ખોટોઃ રોહિત શેટ્ટી

મુંબઈ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ, બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ સામે આઉટસાઈડર્સની જંગ માંડ શાંત થયા બાદ અત્યારે સાઉથ ઈન્ડિયન ફિલ્મો વર્સીસ બોલિવૂડ ફિલ્મોની ચર્ચાએ જાેર પકડ્યું છે. આ મામલે ઈન્ડસ્ટ્રીના સફળ દિગ્દર્શકોમાં ગણાતા રોહિત શેટ્ટીએ તેનો અભિપ્રાય આપ્યો છે અને આવી તમામ ચર્ચાઓ પણ પડદો પાડવા અંગે જણાવ્યું છે. રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, દરેક મેકર્સે સારી ફિલ્મો બનાવવી જાેઈએ. ભલે પ્રદેશ અલગ અલગ હોય પરંતુ આખરે તો તે ભારતીય સિનેમાની જ પ્રોડક્ટ છે. ખાસ કરીને છેલ્લા ૬ મહિનામાં બીજી ભાષાની જે ત્રણ ફિલ્મોને સફળતા મળી છે. સ્વીકારી છે અને કન્ટેન્ટને પ્રાધાન્ય આપ્યું છે. આપણા ત્યાં દર છ મહિને એક નવી ચર્ચા શરુ થાય છે અને તેના કારણે કોઈને કોઈ ટોપિક ટ્રેન્ડમાં રહે છે. મેં એવું પણ સાંભળ્યું છે કે, સાઉથના પ્રભુત્વના કારણે બોલિવૂડ ખતમ થઈ જશે. પણ શું તમને તેવું લાગે છે? અમે બધા એક જ છીએ અમે સારી ફિલ્મોથી દર્શકોને એન્ટરટેઈન કરવા ઈચ્છીએ છીએ. રોહિત શેટ્ટી છેલ્લા કેટલાક વર્ષોથી રિયાલિટી ટેલિવિઝન એક્શન શો ખતરો કે ખેલાડીને હોસ્ટ કરી રહ્યો છે. જેની આગામી સિઝન ૧ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, રોહિત સિંઘમ સિરીઝની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. જેમાં અજય દેવગણની સાથે અનેક નવા ચેહરા નજર આવી શકે છે.

Rohit-Shetty.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *