Maharashtra

સાડ્ડા કુત્તા ગીત પર શિલ્પા શેટ્ટીએ ડાન્સ કર્યો

મુંબઈ
બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ટોક શો ‘શેપ ઓફ યુ’નો તાજેતરમાં એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શિલ્પા શહનાઝ ગિલ સાથે ચેટ કરતી જાેવા મળી રહી છે. આ પ્રોમો વીડિયો જાેયા પછી તમે એક વાત એક વાત ચોક્કસ રીતે કહી શકશો કે આ સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન શહનાઝ ગિલ અને શિલ્પા શેટ્ટીએ ખૂબ જ મસ્તી-મજાક કરી છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટી અને શહનાઝ ગિલ, આ બંને અભિનેત્રીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં શહનાઝ ગિલ બેગનો ઢોલક બનાવીને તેને વગાડતી જાેવા મળે છે અને શિલ્પા શેટ્ટી સાડ્ડા કુત્તા ગીત પર ડાન્સ કરતી જાેવા મળે છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ તેની વજન ઘટાડવાની જર્ની વિશે વાત કરતી જાેવા મળે છે. શહનાઝ ગિલ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે વાતચીત દરમિયાન કહ્યું કે, ”હવે મારે પણ શિલ્પા શેટ્ટી બનવું છે.” આ વીડિયોને શેર કરતા શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘’તે બોરિંગ દિવસ નહોતો અને ત્યાં કોઈ બોરિંગ લોકો નહોતા. ઈંઁૈર્હંઙ્મટ્ઠજીરટ્ઠॅર્ીંકર્રૂે ??નો ત્રીજાે એપિસોડ રિલીઝ થઈ ગયો છે.” આપણે સૌ જાણીએ છીએ તેમ, ‘બિગ બોસ સિઝન ૧૩’નો ભાગ રહી ચુકેલી પંજાબની ફેમસ અભિનેત્રી શહનાઝ ગિલે છેલ્લા કેટલાક દિવસોમાં તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે. અભિનેતા સલમાન ખાનની સલાહ બાદ શહનાઝ ગિલે ઘણું વજન ઘટાડ્યું હતું. તેણીએ પંજાબી ફિલ્મો છોડ્યા બાદ ઘણી બધી ભાષાઓમાં પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી હતી. અમે તમને જણાવી દઈએ કે, જ્યારે શહનાઝ ગિલની કારકિર્દીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો હતો, ત્યારે તેણીના લોન્ગ-ટર્મ બોયફ્રેન્ડ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ આઘાતથી ભાંગી પડેલી શહનાઝ ઘણા લાંબા સમય પછી સ્ક્રીન પર પરત ફરી છે.

Shilpa-Shetty.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *