Maharashtra

સારા અલી ખાનનો બિન્દાસ્ત અંદાજ

મુંબઈ
સારા અલી ખાન ભલે નવાબી ખાનદાનની પુત્રી છે. પરંતુ તેના ઉછેર માતા અમૃતા સિંહે કર્યો છે. તેણે પોતાની મમ્મી પાસેથી માત્ર ખૂબસૂરતી જ નહીં પરંતુ ગુણ પણ મેળવ્યા છે. સારા અલી ખાન બિલકુલ પોતાની મમ્મીની જેમ દેખાય છે. સારા અલી ખાનનો નટખટ અંદાજ ફેન્સને બહુ પસંદ આવે છે. પોતાની પહેલી ફિલ્મથી અલગ છાપ છોડી ચૂકેલ સારાએ સિમ્બા, અતરંગી રે, કુલી નંબર-૧ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. સારા અલી ખાનની જબરદસ્ત ફોન ફોલોઈંગ છે. શાનદાર અભિનય અને સિમ્પલ નેચરના કારણે મોટાભાગના ડાયરેક્ટર તેની સાથે કરવા માગે છે. સારાની દરેક ફિલ્મને દર્શકોએ હાથોહાથ લીધા છે. સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથને મળેલા શાનદાર રિસ્પોન્સ પછી સૈફ અલી ખાને પુત્રીને ફિલ્મ જવાની જાનેમન ન કરવા માટે કહ્યું. કેમ કે તે ઈચ્છતો હતો કે પુત્રી સુશાંત સિંહ રાજપૂત, રણવીર સિંહ અને વરુણ ધવન જેવા અભિનેતાઓની સાથે લીડ અભિનેત્રી તરીકે કામ કરે. સારા અલી ખાન પોતાના સાવકા ભાઈ તૈમુર અલી ખાન અને જેહને અત્યંત પ્રેમ કરે છે. એટલું જ નહીં તે સૈફની બીજી પત્ની કરીના કપૂર ખાનની સાથે પણ સારું બોન્ડિંગ શેર કરે છે. સારા આમ તો પોતાના પરિવારને પ્રેમ કરે છે. પરંતુ સૌથી વધારે ક્લોઝ પોતાની મમ્મી અમૃતા સિંહ સાથે છે. મીડિયાના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે તેની માતાનું ધ્યાન પણ રાખે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *