Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.1,469 અને ચાંદીમાં રૂ.2,567નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

ક્રૂડ તેલમાં રૂ.186ની નરમાઈઃ કોટનમાં રૂ.650ની વૃદ્ધિઃ મેન્થા તેલ, રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 1071 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 11300 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1421 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 4 થી 10 માર્ચના સપ્તાહ દરમિયાન 35,29,070 સોદાઓમાં કુલ રૂ.3,13,613.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 1071 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 11300 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 1421 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 15,57,309 સોદાઓમાં કુલ રૂ.85,393.36 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,902ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,558 અને નીચામાં રૂ.51,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,469ના ઉછાળા સાથે રૂ.53,239ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,303 વધી રૂ.42,599 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.139 વધી રૂ.5,273ના ભાવે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.67,969ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,078 અને નીચામાં રૂ.67,969ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2567 ઊછળી રૂ.70,471ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 2446 વધી રૂ.70,493 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,439 વધી રૂ.70,500 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,75,382 સોદાઓમાં રૂ.39,100.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.23.40 ઘટી રૂ.279.75 અને જસત માર્ચ વાયદો રૂ.10.05 ઘટી રૂ.319ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.8.95 ઘટી રૂ.807.45 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.832.8 વધી રૂ.2,922.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,02,180 સોદાઓમાં કુલ રૂ.91,045.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,350ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9,996 અને નીચામાં રૂ.8,087ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.186ની નરમાઈ સાથે રૂ.8,154 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.60 ઘટી રૂ.352.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,434 સોદાઓમાં રૂ.686.21 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.37,700 અને નીચામાં રૂ.36,650ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.650ની વૃદ્ધિ સાથે રૂ.37,690ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,802ના ભાવે ખૂલી, રૂ.318 વધી રૂ.17138 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.53.80 વધી રૂ.1038.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 3,83,437 સોદાઓમાં રૂ.46,513.50 કરોડનાં 86,961.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 11,73,872 સોદાઓમાં કુલ રૂ.38,879.86 કરોડનાં 5,502.848 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 6,07,194 સોદાઓમાં રૂ.73,882.94 કરોડનાં 8,23,94,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,94,986 સોદાઓમાં રૂ.17,162 કરોડનાં 471626250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 4,996 સોદાઓમાં રૂ.624.83 કરોડનાં 167750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,396 સોદાઓમાં રૂ.60.45 કરોડનાં 588 ટન, રબરના વાયદાઓમાં 41 સોદાઓમાં રૂ.0.78 કરોડનાં 46 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,230.000 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 388.660 ટન, ક્રૂડ તેલમાં 744800 બેરલ અને નેચરલ ગેસમાં 6061250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 185100 ગાંસડી, મેન્થા તેલમાં 360 ટન, રબરમાં 53 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 17648 સોદાઓમાં રૂ.1,781.25 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 10,859 સોદાઓમાં રૂ.881.06 કરોડનાં 11,208 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 5,972 સોદાઓમાં રૂ.804.58 કરોડનાં 6,856 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 817 સોદાઓમાં રૂ.95.61 કરોડનાં 874 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 461 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 303 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 71 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ માર્ચ વાયદો 8,000ના સ્તરે ખૂલી, ઊપરમાં 9,421 અને નીચામાં 8,000ના સ્તરને સ્પર્શી, 1421 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 141 પોઈન્ટ વધી 8,292ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,250ના સ્તરે ખૂલી, 1071 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 481 પોઈન્ટ વધી 15,664ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 21,076ના સ્તરે ખૂલી, 11300 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2480 પોઈન્ટ વધી 23258ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 870117 સોદાઓમાં રૂ.95,606.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14,612.29 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.514.82 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.71,490.56 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,967.80 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નિકલ  29-04-22 3392.1 1307.7 62.74
નિકલ  31-03-22 2922.2 832.8 39.86
મેટલડેક્સ  20-04-22 26500 5742 27.66
મેટલડેક્સ  22-03-22 23258 2480 11.94
એનર્જી ઈન્ડેક્સ  07-04-22 8849 768 9.5
મેન્થા તેલ  29-04-22 1051.2 57.2 5.75
મેન્થા તેલ  31-03-22 1038.1 53.8 5.47
મેટલડેક્સ  20-05-22 27612 1062 4
ચાંદી  05-07-22 71229 2647 3.86
જસત  31-05-22 324 12 3.85

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
એલ્યુમિનિયમ  31-03-22 279.75 -23.4 -7.72
એલ્યુમિનિયમ  29-04-22 282.4 -22.35 -7.33
જસત  29-04-22 317.65 -10.1 -3.08
જસત  31-03-22 318.55 -10.05 -3.06
ચાંદી-માઈક્રો  30-11-22 72359 -1808 -2.44
ગોલ્ડ-ગિની  30-06-22 42792 -1024 -2.34
ક્રૂડ તેલ  21-03-22 8154 -186 -2.23
ક્રૂડ તેલ  19-04-22 7934 -171 -2.11
નેચરલ ગેસ  28-03-22 352.5 -7.6 -2.11
નેચરલ ગેસ  25-05-22 360.1 -6.9 -1.88

 

એમસીએક્સના વાયદા કોન્ટ્રેક્ટ્સની સાપ્તાહિક વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ ખૂલી (રૂ.) વધી (રૂ.) ઘટી (રૂ.) બંધ (રૂ.) વધઘટ (રૂ.)
સોનું  05-04-22 10 ગ્રામ 51902 55558 51800 53239 1469
સોનું  03-06-22 10 ગ્રામ 52262 56163 52100 53780 1831
સોનું-મિની  05-04-22 10 ગ્રામ 51870 55428 51807 53183 1429
સોનું-મિની  05-05-22 10 ગ્રામ 52000 55771 51988 53529 1652
સોનું-મિની  03-06-22 10 ગ્રામ 53757 55897 52916 53821 -226
ગોલ્ડ-ગિની  31-03-22 8 ગ્રામ 41400 44100 41375 42599 1303
ગોલ્ડ-ગિની  29-04-22 8 ગ્રામ 41571 44488 41485 42709 1282
ગોલ્ડ-ગિની  31-05-22 8 ગ્રામ 41805 44150 41665 42802 1231
ગોલ્ડ-ગિની  30-06-22 8 ગ્રામ 42792 42792 42792 42792 -1024
ગોલ્ડ-પેટલ  31-03-22 1 ગ્રામ 5140 5605 5139 5273 139
ગોલ્ડ-પેટલ  29-04-22 1 ગ્રામ 5160 5546 5160 5308 155
ગોલ્ડ-પેટલ  31-05-22 1 ગ્રામ 5186 5530 5175 5321 148
ગોલ્ડ-પેટલ  30-06-22 1 ગ્રામ 5180 5539 5180 5303 133
ચાંદી  05-05-22 1 કિલો 67969 73078 67969 70471 2567
ચાંદી  05-07-22 1 કિલો 68972 73813 68712 71229 2647
ચાંદી-માઈક્રો  29-04-22 1 કિલો 68149 73057 68149 70500 2439
ચાંદી-માઈક્રો  30-06-22 1 કિલો 68922 73944 68874 71246 2493
ચાંદી-માઈક્રો  31-08-22 1 કિલો 69785 74507 69515 71798 2370
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 74400 74400 69725 72359 -1808
ચાંદી-મિની  29-04-22 1 કિલો 68206 73244 68206 70493 2446
ચાંદી-મિની  30-06-22 1 કિલો 69000 73998 68889 71260 2494
ચાંદી-મિની  31-08-22 1 કિલો 70082 73701 70002 71539 2054
બુલડેક્સ  25-03-22 1 યુનિટ 15250 16286 15215 15664 481
બુલડેક્સ  26-04-22 1 યુનિટ 15291 16307 15274 15711 489
એલ્યુમિનિયમ  31-03-22 1 કિલો 304.7 325.4 264.1 279.75 -23.4
એલ્યુમિનિયમ  29-04-22 1 કિલો 309.1 327.25 265.9 282.4 -22.35
જસત  31-03-22 1 કિલો 330.5 376.65 310.4 318.55 -10.05
જસત  29-04-22 1 કિલો 330.3 370 311 317.65 -10.1
જસત  31-05-22 1 કિલો 324 324 324 324 12
તાંબુ  31-03-22 1 કિલો 828.5 886 793.05 807.45 -8.95
તાંબુ  29-04-22 1 કિલો 830.6 888.35 792.4 810.2 -8.95
નિકલ  31-03-22 1 કિલો 2126.4 5617.3 2091.3 2922.2 832.8
નિકલ  29-04-22 1 કિલો 2123.8 5374.7 2088.2 3392.1 1307.7
સીસું  31-03-22 1 કિલો 188.2 198 184.45 185.55 -2.25
સીસું  29-04-22 1 કિલો 189.55 198.4 184.2 187.1 -2.05
મેટલડેક્સ  22-03-22 1 યુનિટ 21076 32200 20900 23258 2480
મેટલડેક્સ  20-04-22 1 યુનિટ 20999 30453 20900 26500 5742
મેટલડેક્સ  20-05-22 1 યુનિટ 27612 27612 27612 27612 1062
ક્રૂડ તેલ  21-03-22 1 બેરલ 8350 9996 8087 8154 -186
ક્રૂડ તેલ  19-04-22 1 બેરલ 8106 9684 7863 7934 -171
નેચરલ ગેસ  28-03-22 1 એમએમબીટીયૂ 365 400.4 341.2 352.5 -7.6
નેચરલ ગેસ  26-04-22 1 એમએમબીટીયૂ 368 402.4 346 357.1 -5.2
નેચરલ ગેસ  25-05-22 1 એમએમબીટીયૂ 372 402.5 351 360.1 -6.9
એનર્જી ઈન્ડેક્સ  10-03-22 1 યુનિટ 8000 9421 8000 8292 141
એનર્જી ઈન્ડેક્સ  07-04-22 1 યુનિટ 8110 9099 8090 8849 768
કોટન  31-03-22 1 ગાંસડી 37050 37700 36650 37690 650
કોટન  29-04-22 1 ગાંસડી 37270 38150 37070 38120 720
મેન્થા તેલ  31-03-22 1 કિલો 987 1053.7 982.1 1038.1 53.8
મેન્થા તેલ  29-04-22 1 કિલો 995.7 1058 994.5 1051.2 57.2
મેન્થા તેલ  31-05-22 1 કિલો 1060 1079.4 1060 1066.7 28.7
મેન્થા તેલ  30-06-22 1 કિલો 1047 1088 1047 1074.3 26.3
રબર  31-03-22 100 કિલો 16802 17400 16722 17138 318
સીપીઓ  31-03-22 10 કિલો 1485 1485 1485 1485 40

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *