પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9244 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12069 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.49 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,20,679 સોદાઓમાં કુલ રૂ.21,362.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9244.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12069.02 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,539 સોદાઓમાં કુલ રૂ.4,437.20 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,930ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,116 અને નીચામાં રૂ.49,572 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.78 વધી રૂ.49,951ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.40,154 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,006ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,095ના ભાવે ખૂલી, રૂ.66 વધી રૂ.50,010ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.59,437ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,050 અને નીચામાં રૂ.59,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.572 વધી રૂ.59,904 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.543 વધી રૂ.60,204 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.537 વધી રૂ.60,206 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,679 સોદાઓમાં રૂ.1,454.23 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.236.85 અને જસત મે વાયદો રૂ.1.15 વધી રૂ.309ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.5.45 વધી રૂ.758.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,479 સોદાઓમાં કુલ રૂ.3,160.64 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,443ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,598 અને નીચામાં રૂ.8,394 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.4 ઘટી રૂ.8,507 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.10 વધી રૂ.603.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,486 સોદાઓમાં રૂ.192.02 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.49,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,050 અને નીચામાં રૂ.49,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,250 વધી રૂ.49,890ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,351ના ભાવે ખૂલી, રૂ.49 ઘટી રૂ.17351 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.31.10 ઘટી રૂ.1093.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,507.29 કરોડનાં 5,018.137 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,929.91 કરોડનાં 322.125 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,885.14 કરોડનાં 22,27,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,276 કરોડનાં 20962500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.168.41 કરોડનાં 33950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.23.59 કરોડનાં 211.32 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.02 કરોડનાં 1 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,471.960 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 848.473 ટન, ક્રૂડ તેલમાં 943100 બેરલ અને નેચરલ ગેસમાં 8353750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 96125 ગાંસડી, મેન્થા તેલમાં 556.92 ટન, રબરમાં 7 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.49.33 કરોડનાં 697 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,135ના સ્તરે ખૂલી, 62 પોઈન્ટ વધી 14,180ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12,069.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.761.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.44.84 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10,665.18 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.596.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.146.58 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.180 અને નીચામાં રૂ.64 રહી, અંતે રૂ.6 વધી રૂ.106 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.123 ખૂલી, ઊપરમાં રૂ.202.30 અને નીચામાં રૂ.95.90 રહી, અંતે રૂ.25.50 ઘટી રૂ.154.10 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.155 ખૂલી, ઊપરમાં રૂ.155 અને નીચામાં રૂ.85 રહી, અંતે રૂ.24 ઘટી રૂ.131 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.36 ખૂલી, ઊપરમાં રૂ.40.60 અને નીચામાં રૂ.35.60 રહી, અંતે રૂ.4.75 વધી રૂ.37.50 થયો હતો. ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.705 અને નીચામાં રૂ.580 રહી, અંતે રૂ.68 વધી રૂ.673.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.2,160 ખૂલી, ઊપરમાં રૂ.2,160 અને નીચામાં રૂ.2,160 રહી, અંતે રૂ.198.50 વધી રૂ.2,160 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.171 ખૂલી, ઊપરમાં રૂ.204.50 અને નીચામાં રૂ.106.40 રહી, અંતે રૂ.24.40 ઘટી રૂ.144.30 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.36 ખૂલી, ઊપરમાં રૂ.36 અને નીચામાં રૂ.30.75 રહી, અંતે રૂ.6.40 ઘટી રૂ.34.30 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.440 ખૂલી, ઊપરમાં રૂ.615 અને નીચામાં રૂ.375.50 રહી, અંતે રૂ.68.50 ઘટી રૂ.455.50 થયો હતો. ચાંદીજૂન રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,303 ખૂલી, ઊપરમાં રૂ.1,372.50 અને નીચામાં રૂ.1,250 રહી, અંતે રૂ.137.50 ઘટી રૂ.1,323.50 થયો હતો.
