Maharashtra

સોનાનો વાયદો રૂ.321 અને ચાંદીનો વાયદો રૂ.747 ઊછળ્યો

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8336 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14564 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,89,877 સોદાઓમાં કુલ રૂ.22,929.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8336.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14564.21 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 76,454 સોદાઓમાં કુલ રૂ.4,360.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,561ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,859 અને નીચામાં રૂ.53,513 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.321 વધી રૂ.53,826ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.200 વધી રૂ.43,076 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.5,301ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,500ના ભાવે ખૂલી, રૂ.276 વધી રૂ.53,506ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,552ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,110 અને નીચામાં રૂ.65,451 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.747 વધી રૂ.65,933 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.655 વધી રૂ.65,953 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.640 વધી રૂ.65,953 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,485 સોદાઓમાં રૂ.1,437.42 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.214.90 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.5.15 વધી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.50 વધી રૂ.699.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,343 સોદાઓમાં કુલ રૂ.2,518.07 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,398ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,435 અને નીચામાં રૂ.6,284 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.104 ઘટી રૂ.6,311 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.90 ઘટી રૂ.454.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 269 સોદાઓમાં રૂ.20.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,710ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,760 અને નીચામાં રૂ.31,620 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.31,690ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 વધી રૂ.945.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,968.16 કરોડનાં 3,664.772 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,392.08 કરોડનાં 363.336 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,128.04 કરોડનાં 17,69,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,390 કરોડનાં 30298750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.17.50 કરોડનાં 5525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.93 કરોડનાં 30.96 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,735.408 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 842.594 ટન, ક્રૂડ તેલમાં 1468800 બેરલ અને નેચરલ ગેસમાં 25258750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 63800 ગાંસડી, મેન્થા તેલમાં 433.08 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.29.48 કરોડનાં 395 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,896ના સ્તરે ખૂલી, 99 પોઈન્ટ વધી 14,945ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14,564.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.408.22 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.78.05 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,866.12 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,209.51 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.359.98 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.179.50 ખૂલી, ઊપરમાં રૂ.196.90 અને નીચામાં રૂ.148.50 રહી, અંતે રૂ.34.30 ઘટી રૂ.155.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.45 ખૂલી, ઊપરમાં રૂ.26.75 અને નીચામાં રૂ.20.75 રહી, અંતે રૂ.4.75 ઘટી રૂ.22.30 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.265 ખૂલી, ઊપરમાં રૂ.310 અને નીચામાં રૂ.262 રહી, અંતે રૂ.54 વધી રૂ.301.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,012 ખૂલી, ઊપરમાં રૂ.1,234.50 અને નીચામાં રૂ.1,012 રહી, અંતે રૂ.180.50 વધી રૂ.1,189 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.276 ખૂલી, ઊપરમાં રૂ.337 અને નીચામાં રૂ.270 રહી, અંતે રૂ.62 વધી રૂ.331.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.81.10 ખૂલી, ઊપરમાં રૂ.126.80 અને નીચામાં રૂ.81.10 રહી, અંતે રૂ.32.50 વધી રૂ.117.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.05 ખૂલી, ઊપરમાં રૂ.36.50 અને નીચામાં રૂ.27 રહી, અંતે રૂ.4.60 વધી રૂ.34.75 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.501 ખૂલી, ઊપરમાં રૂ.548 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.112.50 ઘટી રૂ.463 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.650 ખૂલી, ઊપરમાં રૂ.699.50 અને નીચામાં રૂ.599 રહી, અંતે રૂ.85.50 ઘટી રૂ.629 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.34.50 ખૂલી, ઊપરમાં રૂ.37.50 અને નીચામાં રૂ.31 રહી, અંતે રૂ.3.50 વધી રૂ.35.50 થ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *