Maharashtra

સોનાનો વાયદો રૂ.68 વધ્યોઃ ચાંદી રૂ.167 ઢીલીઃ કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.390 ગબડ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8850 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11879 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 26 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,54,150 સોદાઓમાં કુલ રૂ.20,754.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8849.84 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11878.85 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 86,044 સોદાઓમાં કુલ રૂ.4,459.75 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,541ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,674 અને નીચામાં રૂ.51,481 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.68 વધી રૂ.51,574ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.40,876 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.5,103ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,469ના ભાવે ખૂલી, રૂ.72 વધી રૂ.51,546ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,360ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,607 અને નીચામાં રૂ.61,136 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 167 ઘટી રૂ.61,394 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 151 ઘટી રૂ.61,621 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.131 ઘટી રૂ.61,668 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 16,199 સોદાઓમાં રૂ.2,452.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.199.80 અને જસત નવેમ્બર વાયદો રૂ.3.35 ઘટી રૂ.257ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.676.85 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 26,269 સોદાઓમાં કુલ રૂ.1,869.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,023ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,049 અને નીચામાં રૂ.6,952 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.87 ઘટી રૂ.6,977 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 ઘટી રૂ.480.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 694 સોદાઓમાં રૂ.67.98 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,980 અને નીચામાં રૂ.32,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.390 ઘટી રૂ.32,460ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.960.90 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,910.61 કરોડનાં 3,699.609 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,549.14 કરોડનાં 413.332 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.924.28 કરોડનાં 13,20,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.945 કરોડનાં 19446250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.63.81 કરોડનાં 19850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.17 કરોડનાં 43.2 ટનનાં કામકાજ  થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,272.420 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 886.974 ટન, ક્રૂડ તેલમાં 1058500 બેરલ અને નેચરલ ગેસમાં 14862500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 90625 ગાંસડી, મેન્થા તેલમાં 480.24 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.26.17 કરોડનાં 363 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,414ના સ્તરે ખૂલી, 6 પોઈન્ટ વધી 14,412ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,878.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.509.01 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.216.28 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,301.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,851.67 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 251.23 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.201.90 ખૂલી, ઊપરમાં રૂ.217.20 અને નીચામાં રૂ.167 રહી, અંતે રૂ.49 ઘટી રૂ.179 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.36.50 ખૂલી, ઊપરમાં રૂ.39 અને નીચામાં રૂ.31.40 રહી, અંતે રૂ.0.15 વધી રૂ.34.60 થયો હતો. સોનું નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.5 ખૂલી, ઊપરમાં રૂ.6 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.1 ઘટી રૂ.4.50 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.50 ખૂલી, ઊપરમાં રૂ.83.50 અને નીચામાં રૂ.50 રહી, અંતે રૂ.18 વધી રૂ.72.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.983 ખૂલી, ઊપરમાં રૂ.1,026 અને નીચામાં રૂ.850 રહી, અંતે રૂ.62.50 ઘટી રૂ.1,005.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.178 ખૂલી, ઊપરમાં રૂ.212.50 અને નીચામાં રૂ.165.50 રહી, અંતે રૂ.42.70 વધી રૂ.202.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.39.65 ખૂલી, ઊપરમાં રૂ.45 અને નીચામાં રૂ.35.80 રહી, અંતે રૂ.1.85 વધી રૂ.42.15 થયો હતો. સોનું નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.258 ખૂલી, ઊપરમાં રૂ.277.50 અને નીચામાં રૂ.236 રહી, અંતે રૂ.26.50 ઘટી રૂ.261 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.64 ખૂલી, ઊપરમાં રૂ.67 અને નીચામાં રૂ.35 રહી, અંતે રૂ.1 વધી રૂ.45 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.550.50 ખૂલી, ઊપરમાં રૂ.550.50 અને નીચામાં રૂ.354 રહી, અંતે રૂ.8.50 વધી રૂ.436.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *