Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ બુલડેક્સ ફ્યુચર્સમાં 53 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 112 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 38 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ, સીપીઓમાં સુધારોઃ રબર ઢીલું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,949 સોદાઓમાં કુલ રૂ.8,976.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 53 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 112 પોઈન્ટની અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 38 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 40,742 સોદાઓમાં કુલ રૂ.2,505.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,982ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,999 અને નીચામાં રૂ.47,851 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 વધી રૂ.47,972ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.38,551 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.4,797ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,105 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,273 અને નીચામાં રૂ.61,801 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.62,206 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.17 ઘટી રૂ.62,467 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.15 ઘટી રૂ.62,475 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 11,024 સોદાઓમાં રૂ.2,189.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.85 વધી રૂ.228 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.292ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.10 ઘટી રૂ.747.10 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.19.7 ઘટી રૂ.1,566.70 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 26,221 સોદાઓમાં કુલ રૂ.1,749.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,748 અને નીચામાં રૂ.5,695 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.37 ઘટી રૂ.5,724 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.10 વધી રૂ.284.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 3,448 સોદાઓમાં રૂ.388.33 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,048ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2048 અને નીચામાં રૂ.2001 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.50 વધી રૂ.2,024 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,701ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,701 અને નીચામાં રૂ.16,390 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.258 ઘટી રૂ.16,466ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,087ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1091 અને નીચામાં રૂ.1087 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.60 વધી રૂ.1090.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.1039.10 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.500 ઘટી રૂ.35,560 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,138 સોદાઓમાં રૂ.1,201.60 કરોડનાં 2,505.264 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 34,604 સોદાઓમાં કુલ રૂ.1,303.72 કરોડનાં 209.621 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.248.81 કરોડનાં 10,945 ટન, જસતના વાયદાઓમાં રૂ.260.50 કરોડનાં 8,935 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.597.69 કરોડનાં 7,995 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,028.01 કરોડનાં 6,544.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54.52 કરોડનાં 2,915 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,452 સોદાઓમાં રૂ.999.34 કરોડનાં 17,46,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,769 સોદાઓમાં રૂ.749.77 કરોડનાં 2,66,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 3,084 સોદાઓમાં રૂ.365.16 કરોડનાં 101875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 302 સોદાઓમાં રૂ.12.06 કરોડનાં 116.28 ટન, રબરના વાયદાઓમાં 31 સોદાઓમાં રૂ.0.58 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.10.13 કરોડનાં 930 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 14,551.983 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 615.987 ટન, એલ્યુમિનિયમમાં 12,625 ટન, જસત વાયદામાં 12,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,990 ટન, નિકલ વાયદામાં 3,417 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,015 ટન, ક્રૂડ તેલમાં 9,18,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,40,31,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 188125 ગાંસડી, મેન્થા તેલમાં 397.8 ટન, રબરમાં 87 ટન, સીપીઓમાં 36,700 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,236 સોદાઓમાં રૂ.108.02 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 398 સોદાઓમાં રૂ.28.78 કરોડનાં 408 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 764 સોદાઓમાં રૂ.73.94 કરોડનાં 850 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 74 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,675 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,124 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 204 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,116ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,128 અને નીચામાં 14,075ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ વધી 14,121ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,435ના સ્તરે ખૂલી, 112 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ ઘટી 17,389ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,728ના સ્તરે ખૂલી, ઊપરમાં 5,739 અને નીચામાં 5,701 બોલાઈ, 38 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 26 પોઈન્ટ ઘટી 5,718 થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 23,278 સોદાઓમાં રૂ.2,036.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.215.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22.09 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,791.41 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7.39 કરોડનાં 46.500 ટનનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *