Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ કોટનમાં નરમાઈનો માહોલ

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.3627 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4647 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.8 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,020 સોદાઓમાં કુલ રૂ.8,281.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.3626.8 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4647.11 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 29,044 સોદાઓમાં કુલ રૂ.1,578.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,748 અને નીચામાં રૂ.54,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.54,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.43,869 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,349ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,070ના ભાવે ખૂલી, રૂ.78 વધી રૂ.54,182ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,201ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,219 અને નીચામાં રૂ.68,201 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.69,019 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.15 ઘટી રૂ.69,001 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.11 ઘટી રૂ.68,993 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,711 સોદાઓમાં રૂ.1,155.49 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.207.25 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1.35 વધી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.17.25 વધી રૂ.742.15 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 13,411 સોદાઓમાં કુલ રૂ.855.50 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,712 અને નીચામાં રૂ.6,610 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.6,650 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.433.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 523 સોદાઓમાં રૂ.37.28 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.29,330 અને નીચામાં રૂ.27,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,730 ઘટી રૂ.27,310ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10 વધી રૂ.983.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.824.70 કરોડનાં 1,509.487 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.753.83 કરોડનાં 109.097 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.339.14 કરોડનાં 5,09,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.516 કરોડનાં 1,21,07,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.25.65 કરોડનાં 9300 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.63 કરોડનાં 117 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,694.897 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,002.513 ટન, ક્રૂડ તેલમાં 774900 બેરલ અને નેચરલ ગેસમાં 28998750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 18100 ગાંસડી, મેન્થા તેલમાં 481.32 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.7.58 કરોડનાં 99 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,270ના સ્તરે ખૂલી, 2 પોઈન્ટ ઘટી 15,292ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.4,647.11 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.397.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.34.31 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,340.82 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.871.03 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.153.08 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.151.20 ખૂલી, ઊપરમાં રૂ.177.60 અને નીચામાં રૂ.141.40 રહી, અંતે રૂ.23 વધી રૂ.172.70 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.41.75 ખૂલી, ઊપરમાં રૂ.45.40 અને નીચામાં રૂ.37.05 રહી, અંતે રૂ.3.75 વધી રૂ.44.80 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.29.50 ખૂલી, ઊપરમાં રૂ.62 અને નીચામાં રૂ.18.50 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.439 ખૂલી, ઊપરમાં રૂ.453 અને નીચામાં રૂ.396 રહી, અંતે રૂ.63.50 ઘટી રૂ.400 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,434 ખૂલી, ઊપરમાં રૂ.2,513.50 અને નીચામાં રૂ.2,408 રહી, અંતે રૂ.118 ઘટી રૂ.2,422 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.297.90 ખૂલી, ઊપરમાં રૂ.315 અને નીચામાં રૂ.253.20 રહી, અંતે રૂ.2.70 ઘટી રૂ.298.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.37.25 ખૂલી, ઊપરમાં રૂ.38.40 અને નીચામાં રૂ.31.60 રહી, અંતે રૂ.2.10 ઘટી રૂ.32.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.341 ખૂલી, ઊપરમાં રૂ.373 અને નીચામાં રૂ.318.50 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.359.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.13.50 ખૂલી, ઊપરમાં રૂ.20 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.16.50 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.980 ખૂલી, ઊપરમાં રૂ.1,080 અને નીચામાં રૂ.920 રહી, અંતે રૂ.55 વધી રૂ.1,062 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *