Maharashtra

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો

સોનાનો વાયદો રૂ.374 અને ચાંદીનો વાયદો રૂ.722 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.207 તૂટ્યાઃ કોટનમાં સેંકડા ઘટ્યાઃ રબરમાં સુધારોઃ મેન્થા તેલ નરમઃ બુલડેક્સ વાયદામાં 158 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,688 સોદાઓમાં કુલ રૂ.17,505.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 158 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,257 સોદાઓમાં કુલ રૂ.4,149.60 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,126ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,594 અને નીચામાં રૂ.52,021ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.374 વધી રૂ.52,445ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.298 વધી રૂ.41,718 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.5,196ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,999ના ભાવે ખૂલી, રૂ.402 વધી રૂ.52,256ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,774 અને નીચામાં રૂ.66,908ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 722 વધી રૂ.67,714ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 699 વધી રૂ.67,848 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.696 વધી રૂ.67,848 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,459 સોદાઓમાં રૂ.1,789.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.7.70 ઘટી રૂ.269 અને જસત એપ્રિલ વાયદો રૂ.3.25 વધી રૂ.362ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.30 ઘટી રૂ.816.50 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.14.3 ઘટી રૂ.2,450 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,842 સોદાઓમાં કુલ રૂ.3,464.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,316ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,367 અને નીચામાં રૂ.7,126ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.207 ઘટી રૂ.7,171 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.90 વધી રૂ.481.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,327 સોદાઓમાં રૂ.133.85 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.43,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,310 અને નીચામાં રૂ.42,860ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.42,960ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,390ના ભાવે ખૂલી, રૂ.77 વધી રૂ.17292 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.31.40 ઘટી રૂ.1105.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,933 સોદાઓમાં રૂ.2,081.13 કરોડનાં 3,982.180 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 54,324 સોદાઓમાં કુલ રૂ.2,068.47 કરોડનાં 306.145 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 28,539 સોદાઓમાં રૂ.2,439.96 કરોડનાં 33,56,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,303 સોદાઓમાં રૂ.1,024 કરોડનાં 21302500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 867 સોદાઓમાં રૂ.114.01 કરોડનાં 26425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 447 સોદાઓમાં રૂ.19.60 કરોડનાં 177.48 ટન, રબરના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 14 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,699.569 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 382.426 ટન, ક્રૂડ તેલમાં 941800 બેરલ અને નેચરલ ગેસમાં 16776250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 148150 ગાંસડી, મેન્થા તેલમાં 439.92 ટન, રબરમાં 74 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 745 સોદાઓમાં રૂ.61.49 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 745 સોદાઓમાં રૂ.61.49 કરોડનાં 811 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 628 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,190ના સ્તરે ખૂલી, 158 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 125 પોઈન્ટ વધી 15,217ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 79058 સોદાઓમાં રૂ.7,907.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.253.36 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.69.59 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,091.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.492.47 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 144.73 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.123 ખૂલી, ઊપરમાં રૂ.149 અને નીચામાં રૂ.80 રહી, અંતે રૂ.85.30 ઘટી રૂ.91.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.28.50 અને નીચામાં રૂ.24.60 રહી, અંતે રૂ.0.40 વધી રૂ.27.10 થયો હતો. સોનું મે રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.790 અને નીચામાં રૂ.580 રહી, અંતે રૂ.164.50 વધી રૂ.745.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.95 ખૂલી, ઊપરમાં રૂ.137 અને નીચામાં રૂ.66 રહી, અંતે રૂ.43.20 વધી રૂ.121.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.480ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27 ખૂલી, ઊપરમાં રૂ.28.20 અને નીચામાં રૂ.24.90 રહી, અંતે રૂ.1.40 ઘટી રૂ.25.95 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.390 ખૂલી, ઊપરમાં રૂ.427.50 અને નીચામાં રૂ.291 રહી, અંતે રૂ.99 ઘટી રૂ.314.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *