Maharashtra

સોલાપુર ભાજપ જિલ્લા અધ્યક્ષ શ્રીકાંત દેશમુખનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એક રાજકારણીનો તેમના બેડરૂમમાં એક મહિલા સાથેનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં નેતા વેસ્ટ પહેરીને બેડ પર બેઠા છે, જ્યારે મહિલા રડતી જાેવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ નેતાજીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. વાયરલ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુરના એક ભાજપ નેતાનો છે, જેમાં તે બેડરૂમમાં મહિલા સાથે જાેવા મળે છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના મોજા હજૂ અટક્યા ન હતા કે, હવે સોલાપુર ભાજપ જિલ્લા અધ્યક્ષ શ્રીકાંત દેશમુખના એક મહિલા સાથેના બેડરૂમના વીડિયોએ હોબાળો મચાવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોલાપુરમાં હોબાળો મચી ગયો હતો. આ વાયરલ વીડિયોનેતા સાથે રૂમમાં હાજર મહિલાએ શૂટ કર્યો છે, જેમાં તે શ્રીકાંત દેશમુખ પર ગંભીર આરોપ લગાવી રહી છે. વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, ભાજપ નેતા અને મહિલા એક રૂમમાં છે અને બંને વચ્ચે બોલાચાલી થઈ રહી છે. એટલું જ નહીં,મહિલાએ દેશમુખ તરફ ઈશારો કરીને રડતા રડતા ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, તે ચીટર છે અને તે પત્ની હોવા છતાં તેની સાથેસંબંધ ધરાવે છે. જેમાં ભાજપના નેતાઓ પણ વીડિયોને બંધ કરવાનો પ્રયાસ કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલા મોબાઈલ ફોન લઈને ઉભી છે, જ્યારે ભાજપ નેતા બેડ પર બેઠેલા જાેવા મળે છે. દેશમુખ તરફ આંગળી ચીંધતી મહિલાનીઆંખોમાંથી આંસુ આવી રહ્યા છે અને તે નેતા સામે બૂમો પાડતી જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદસોલાપુરમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારબાદ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે જિલ્લા અધ્યક્ષ પદ પરથીરાજીનામું મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને સુપરત કર્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જાેકે તેણે તેની પાછળ કોઈકારણ જણાવ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ૨૮ સેકન્ડના વીડિયોમાં મહિલા કહેતી જાેવા મળી રહી છે કે, તે છેતરપિંડી છે. તે મને ફસાવી છે. આ છે શ્રીકાંત દેશમુખ. તેની પત્ની સિવાય તેને મારી સાથે પણ સંબંધ છે. દેશમુખ તરફ ઈશારો કરીને મહિલા કહે છે કે, તેણે મારી સાથે લગ્ન કરવા માટે હા કહી હતી, જેના પછી ભાજપ નેતા પલંગ પરથી ઉઠે છે અને કેમેરા બંધ કરવાનો પ્રયાસ કરે છે. જેના પર મહિલાએમોબાઈલ છીનવવાનો પ્રયાસ કરતા જણાવ્યું કે ના, છોડી દો… તું અત્યારે કેમ કંઈ નથી કહેતો… હવે કેમ કંઈ બોલતો નથી… મારી સાથે જૂઠુંકેમ બોલ્યો? જૂઠું કેમ બોલ્યો? થોડા દિવસો પહેલા આ નેતાએ હનીટ્રેપનો કેસ દાખલ કર્યો ઉલ્લેખનીય છે કે, આ બેડરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયાના થોડા દિવસો પહેલા જ ભાજપ નેતા શ્રીકાંત દેશમુખે અંબોલીપોલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ હની ટ્રેપનો કેસ નોંધાવ્યો હતો. નેતાની ફરિયાદ મુજબ મહિલા તેને બ્લેકમેલ કરી રહી છે અને ૨ કરોડરૂપિયાની માગ કરી રહી છે. અહીં, સોલાપુર ભાજપ જિલ્લા અધ્યક્ષ પદેથી દેશમુખનું રાજીનામું પાર્ટી માટે રાજકીય આંચકો માનવામાં આવીરહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *