મુંબઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના ચીફ સૌરવ ગાંગુલી તો હવે કંઇક એવું કરવાની તૈયારી છે. કે કઈ કહી ના શકાય. સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જ એક ટ્વીટ કરી જાહેરાત કરી છે કે તે લોકોની ભલાઇ માટે કામ કરશે. પરંતુ લોકોએ તેમના ટ્વીટને લઇને અનુમાન લગાવવા લાગ્યા કે સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઘણા લોકોનું માનવું છે કે ગાંગુલી હવે ક્રિકેટ બાદ રાજકારણમાં પણ પોતાનું કેરિયર શરૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ થોડીવાર બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી. સૌરવ ગાંગુલીના નવા ટ્વીટે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તેમના ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે તે લોકોની ભલાઇ માટે હવે આગળ કંઇક કરવા માંગે છે. ગાંગુલીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે ૧૯૯૨ માં ક્રિકેટ સાથે મારી યાત્રાની શરૂઆત બાદથી ૨૦૨૨ માં ૩૦ વર્ષ પુરા થઇ ગયા છે. ત્યારથી ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ દરમિયાન મને તમારું સમર્થન મળ્યું છે. તેમણે આગળ કહ્યું કે ‘હું તે દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જે યાત્રાનો ભાગ રહ્યા છે. જેને મારું સમર્થન કર્યું અને મને આજે અહીં પહોંચાડવામાં મદદ કરી. આજે હું એવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોની મદદ કરશે. મને આશા છે કેમારા જીવનના આ અધ્યાયમાં પ્રવેશ કરતાં તમે સમર્થન આપશો. એવું માનવામાં આવી રહ્યું છે કે ગાંગુલી હવે રાજકારણમાં નવી ઇનિંગ શરૂ કરી શકે છે. ગત થોડા દિવસો પહેલાં અમિત શાહે બે દિવસીય પશ્વિમ બંગાળના પ્રવાસના અંતિમ દિવસે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સૌરવ ગાંગુલીના ઘરે થઇ હતી. આ દરમિયાન શાહ અને ગાંગુલીએ સાથે ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન પશ્વિમ બંગાળ ભાજપના અધ્યક્ષ ડો સુકાંત મજૂમદાર, નેતા પ્રતિપક્ષ શુભેંદુ અધિકારી અને સ્વપન દાસ ગુપ્તા સહિત અન્ય નેતા પણ સામેલ હતા. અમિત સાથે મુલાકાતને લઇને ગાંગુલીને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે ડિનરને લઇને રાજકીય સમીકરણો ન નિકાળવા જાેઇએ. અમિત શાહને એક દાયકાથી વધુ સમયથી જાણે છે અને ઘણીવાર મળી ચૂક્યા છે. અમારી પાસે વાત કરવા માટે ઘણું બધુ છે. હું તેમને ૨૦૦૮ થી ઓળખું છું. જ્યારે હું રમતો હતો, તો અમે મળતા હતા. હું તેમના પુત્ર (જય શાહ) સાથે કામ કરું છું. આ એક જૂનો સંબંધ છે.
