મુંબઈ
સૌરવ ગાંગુલી પણ કોરોનાનો શિકાર બન્યા હતા. આ પછી તેમને થોડા સમય માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો અને સાથે જ ઓમિક્રોનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ હાલમાં તેઓ ઘરમાં જ આઈસોલેશનમાં છે. હવે તેમની દીકરી સનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સૌરવ ગાંગુલીને કોલકત્તાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને થોડા દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ રજા મળી. આ પહેલા પણ હાર્ટની સમસ્યાના કારણે ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે સના ગાંગુલી હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. હાલમાં કોરોનાના કારણે તે કોલકત્તામાં છે. તેઓએ પોતાનો શરૂઆતનો અભ્યાસ કોલકત્તાની શાળામાંથી કર્યો છે. સના ગાંગુલી પણ પોતાની માતા ડોના ગાંગુલીની જેમ એક ટ્રેન્ડ ડાન્સર પણ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. સનાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં કોરોનાના લક્ષણો ઓછા છે. સનાએ હાલમાં પોતાને આઈસોલેટ કરી લીધી છે. જાેકે તેનામાં કોરોનાના માઈલ્ડ લક્ષણો જાેવા મળ્યા છે.
