કંડલા
સ્પાઇસજેટના એક વિમાનમાં ટેક્નિકલ ખામી બાદ તેનું લેડિંગ કરવું પડ્યું. જાણકારી અનુસાર કંડલાથી મુંબઇ તરફ ઉડાન ભરનાર સ્પાઇજેટના વિમાન નંબર જીય્ ૩૩૨૪ પર ક્રૂઝના દરમિયાન ઁ૨ સાઇડૅ વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડીંગ કરાવવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે એરક્રાફ્ટની બાહરની બારી સામાન્યથી વધુ દબાણના કારણે ચોંપી ગઇ હતી. જાેકે પાયલોટોએ તેનું સુરક્ષિત લેન્ડીંગ કરાવી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે ૧૯ દિવસમાં સ્પાઇજેટના વિમાનોમાં આ પ્રકારની સાતમી ઘટના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) કરી રહી છે. આ પહેલાં આજે સવારે દિલ્હીથી દુબઇ જનાર સ્પાઇસજેટ ની જીય્-૧૧ ફ્લાઇટમાં ટેક્નિકલ ખરાબી બાદ પાકિસ્તાનના કરાંચીમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ મહિનામાં ૨ જુલાઇના રોજ પણ સ્પાઇજેટ વિમાનમાં સમસ્યા સામે આવી હતી. દિલ્હીથી જબલપુર જઇ રહેલા વિમાનની ટેક્નિકલ ખામીના કારણે ઇમરજન્સી લેડીંગ થયું હતું. ૫૦૦૦ હજાર ફૂટ ઉપરથી પસાર થતી વખતે અચાનક કેબિનમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો ત્યારબાદ ઇમજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ૧૦૦થી વધુ મુસાફરો સવાર હતા. ૨૫ જૂનના રોજ પટના એરપોર્ટ પરથી ગુવાહાટી માટે ઉડાન ભડવા માટે તૈયાર સ્પાઇસ જેટ વિમાનમાં આવેલી ખરાબીના કારણે તેને ગ્રાઉંડેડ કરવું પડ્યું હતું. ઉડાન ભરતાં પહેલાં વોર્નિંગ લાઇટ બ્લિંગ કરવા લાગી હતી અને પાયલોટે કંટ્રોલ રૂમને સૂચના આપીને તેને પરત વાળી દીધું હતું. તેને ૧૧ વાગ્યા માટે રીશિડ્યૂલ કરવામાં આવ્યું પરંતુ ટેક્નિકલ ખાની દૂર ન થવાના કારણે આ ઉડાન પણ ભરી ન શક્યું. આ વિમાનમાં ૬૦ મુસાફરો સવાર હતા. ૧૯ જૂને પણ સ્પાઇસ જેટ વિમાનમાં અકસ્માત સર્જાયો હતો જ્યારે પટનાથી દિલ્હી જઇ રહેલા વિમાનમાં આગ લાગી ગઇ હતી. એન્જીનમાં ખામી સર્જાતા આગ લાગી હતી જેથી મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. આ વિમાનમાં ૧૮૫ મુસાફરો સવાર હતા. જાેકે કંપનીએ કહ્યું કે ઉડાન દરમિયાન એક પક્ષીના ટકરાવવાથી આ અકસ્માત સર્જાયો હતો.
