Maharashtra

સ્મોલ ટાઉન ક્લચર ફિલ્મમેકિંગનો મહત્વનો ભાગ ઃ આનંદ એલ. રાય

મુંબઈ
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક સિનિયર ડિરેક્ટર્સ તેમની સફળ ફિલ્મોની સાથે જ તેમની કામ કરવાની પદ્ધતિને કારણે પણ ચર્ચામાં રહે છે. જયારે એક તરફ સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોમાં મોટા સેટ અને લાઈવ બેકડ્રોપ દર્શાવવા માટે પ્રખ્યાત છે તો બીજી તરફ રોહિત શેટ્ટી તેમની ફિલ્મોમાં અનેક કારની સાથે ધમાકેદાર સ્ટન્ટ અને એક્શન સિક્વન્સનો ઉમેરો કરીને ઓડિયન્સને એન્ટરટેઈન કરે છે. ફિલ્મ ‘તનુ વેડ્‌સ મનુ’થી લાઈમ લાઈટમાં આવનાર નિર્દેશક આનંદ એલ. રાય નાના ટાઉનની સ્ટોરી સિનેમા પડદે દર્શાવવામાં માહેર છે. ફિલ્મ મેકિંગમાં નાના ટાઉન પર ફોક્સ વિશે આનંદ એલ. રાયનું કહેવું છે કે, ભારતભરમાં અનેકવિધ લાઈવ લોકેશન છે અને હું ઓડિયન્સને પણ ફિલ્મો દ્વારા તે ફીલ આપવા માગુ છું અને આ કારણે જ હું નાના ટાઉનના બેકડ્રોપ પર ફોક્સ વધારે રાખું છું. ફક્ત સિટી લાઈફ બતાવીને તમે ભારતીય સિનેમાને આગળ ન લઈ જઈ શકો. એટલે જ હું મારી ફિલ્મોને વધુને વધુ ભારતના નાના-નાના ટાઉન સાથે જાેડવા ઈચ્છું છું. દર્શકોએ મારી ફિલ્મોને ખૂબ પ્રેમ આપ્યો છે અને તે બદલ હું બધાનો આભારી છું. ડિરેક્ટર તરીકે દરેક ફિલ્મથી હું શીખી રહ્યો છું અને આ જર્ની ખૂબ જ મજેદાર રહી છે. આનંદ એલ. રાયની રીસન્ટ ફિલ્મ્સની વાત કરી તો, ગત ડિસેમ્બર મહિનામાં તેમની ફિલ્મ ‘અતરંગી રે’ ઓટીટી પર રિલીઝ થઈ હતી. ઓડિયન્સ તરફથી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ ફિલ્મને ક્રિટીક્સ દ્વારા વખાણવામાં આવી હતી. આગામી ૧૧ ઓગસ્ટે અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને ચમકાતી તેમના ડિરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘રક્ષાબંધન’ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, તેમના પ્રોડક્શન બેનર કલર યલો પ્રોડક્શન્સમાં તૈયાર થયેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’ ૨૯ જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં જહાન્વી કપૂર લીડ રોલમાં નજર આવશે.

file-01-page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *