મુંબઈ
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં એક નિવેદન ટી૨૦ વિશ્વકપમા પોતાની પસંદગી મામલે નિવેદન કર્યુ હતુ જેમાં તેણે કહ્યુ હતુ કે, પોતાને પસંદગી કારોએ માત્ર એક બેટ્સમેનના રુપમાં જ પસંદ કર્યો હતો. જે વાતને લઇને કોહલીના કોચે તે નિવેદનને છોકરમત સમાન ગણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી માટે ટી૨૦ વિશ્વકપ અંતિમ ટૂર્નામેન્ટ હતી, તે ઇવેન્ટ બાદ તે ટી૨૦ ફોર્મેટની કેપ્ટનશીપથી દુર થઇ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ વિશ્વકપમાં પ્રથમ વાર પાકિસ્તાન સામે હારી હતી. જેને લઇને ચાહકો પણ નિરાશ હતા. તો વળી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન પણ કંગાળ રહ્યુ હતુ. આમ ભારતીય ટીમ પર સવાલો ઉઠી રહ્યા હતા તેમાં સૌથી વધુ હાર્દિક પંડ્યાની બોલીંગને લઇને સવાલ થઇ રહ્યા હતા. પંડ્યાએ ટુર્નામેન્ટમાં ના ની બરાબર બોલીંગ કરી હતી. જેને લઇને સવાલ થઇ રહ્યા હતા કે હાર્દિક પંડ્યા બોલીંગ માટે ફિટ નહોતો. જાે આમ જ હતુ તો તેને ટીમમાં સ્થાન કેમ આપ્યુ હતુ. અન્ય ઓલરાઉન્ડરને સમાવવાની જરુર હોવાની સલાહો થવા લાગી હતી. વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ મામલે નિવેદન કર્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, કોઇ પણ ટીમની પસંદગી માટે કોચ અને કેપ્ટનની ડિમાંડ હોય છે. જાેકે અંતિમ ર્નિણય સિલેક્ટર્સના હાથમાં જ હોય છે. જાે હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવામાં આવ્યો હતો તો, તેણે આવુ છોકરમત ભર્યુ નિવેદન કરવાની જરુર નહોતી. તમારે કોચનો આભાર મનવો જાેઇએ કે તમને ટીમમાં સ્થાન આપ્યુ. હાર્દિક ચિફ સિલેક્ટરને લઇને જે વાત કહી રહ્યો છે, તેના પર ચિફ સિલેક્ટરે સ્પષ્ટતા કરવી જાેઇએ. પોતાના સિલેક્શનને લઇને હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, ટી૨૦ વિશ્વકપના પહેલા થી જ પસંદગીકારોને જાણ હતી કે, તે ફક્ત બેટીંગ માટે જ ફિટ છે. તેમજ તેને બોલીંગ માટે ફિટ થવા સમય લાગી શકે છે. આમ છતાં પણ તેણે તે મેચોમાં બોલીંગ કરવી પડી હતી, જ્યાં તેને બોલીંગ નહોતી કરવી જાેઇતી હતી. આમ તે એક બેટ્સમેન તરીકે જ પસંદ થયો હતો એમ તેનુ કહેવુ હતુ અને તેને લઇને હવે તે ચર્ચામાં રહ્યો છે કે ખરેખર તેની પસંદગી શા માટે કરવામાં આવી હતી. હાર્દિક હવે આઇપીએલમાં અમદાવાદની ટીમની આગેવાની સંભાળતો જાેવા મળશે અને તે આઇપીએલમાં બોલીંગ કરશે કે કેમ તે ટૂર્નામેન્ટ સમયે જ ખ્યાલ આવશે.


