Maharashtra

હાર્દિક પંડ્યા દિકરા અને પત્ની સાથે મુંબઈ એરપોર્ટ પર પરિવાર જનોને મળ્યો

મુંબઈ
‘ગુજરાત ટાઇટન્સ’ ની જીત સાથે જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને ટીમની ઉજવણીની તસવીરો તેમને વધામણી આપતા સ્ટેટ્‌સ અને તસવીરો શેર થઇ રહી છે. ત્યારે ટીમની ઉજવણીમાં હાર્દિક પંડ્યાની સૌથી ખાસ તેની પત્ની નતાશાની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે જે મેચ પત્યા બાદની છે. મેચ બાદ હાર્દિકની જીત બાદ તે ભાવુક થઇ હતી. લાંબા સમય સુધી તે હાર્દિકને ગળે વળગી રહી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ સુંદર ક્ષણની તસવીરો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક એમએસ ધોની, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા બાદ ચેમ્પિયન બનનાર ચોથા ભારતીય ક્રિકેટર બન્યો છે. આ સમયે નતાશાની આંખો ભીની થઇ ગઇ હતી તે ભાવૂક થઇ ગઇ હતી. જે બાદ તેણે હાર્દિકને ગળે લગાવી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.’ગુજરાત ટાઇટન્સ’ની શાનદાર વિજય બાદ હવે હાર્દિક પંડ્યા ફરી મુંબઇ જવા રવાના થઇ ગયો છે. તે તેની પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે મુંબઇ એરપોર્ટથી બહાર નીકળતો હતો ત્યારે મીડિયા કર્મીઓનાં કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા દીકરા અગત્સ્યને ઉચકેલો નજર આવે છે. અને તે જેવો એરપોર્ટની બહાર નીકળે છે અને તેનાં કાકા કુનાલ પંડ્યાને જાેવે છે તો તે ખુશ થઇ જાય છે અને પાપા હાર્દિક પાસેથી તેમની પાસે જતો રહે છે. કુનાલ પંડ્યા ભાઇ હાર્દિક પંડ્યાને જીતની વધામણી આપે છે. તેમજ તે અને તેની પત્ની નતાશાને પણ ગળે મળતાં નજર આવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે. આ વીડિયો પર કમેન્ટની ભરમાર છે. કોઇ લખે છે.. ફ્યૂચર કેપ્ટન, તો કોઇ લખે છે.. કેટલો ક્યુટ દીકરો છે… તો કહે છે. આને કહેવાય લેજન્ડ્‌સ ટીમ જીતાડીને ઘરે પાછા.. તો કોઇ લખે છે. ભાઇ પોતે ગાડી ચલાવે છે.ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ૨૦૨૨ની ચેમ્પિયન બનતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અભિવાદન સમારોહમાં આખી ટીમ સાથે સંવાદ કર્યો હતો અને ટીમ સાથે આઇપીએલ સફરની તમામ વાતો વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. આ અભિવાદન કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગુજરાતની ટીમ આઇપીએલની ૧૫મી સિઝનમાં ચેમ્પિયન બની ઉભરી આવ્યું છે. ત્યાં જ પોતાના હોમગ્રાઉન્ડમાં ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતની ટીમે શાનદાર રમત બતાવી હતી. જેના પછી ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડી અને સ્ટાફ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જીતને લઇ ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતની ટીમના તમામ ખેલાડીઓ ગુજરાતી ભોજનના ખુબજ વખાણ કર્યા હતા. જેમા વિદેશી ખેલાડી ડેવિડ મિલરે પણ ગુજરાતી થાળીના વખાણ કર્યા હતા.

India-Sport-IPL-IPL-2022-Gujarat-Titans-Captain-Hardik-Pandya-Team-won-the-Trophy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *