Maharashtra

હીરામંડીમાં આ મોટા સ્ટારની થશે એન્ટ્રી, ૨૦ વર્ષ પછી ભણસાલી સાથે કામ કરશે આ એક્ટર

મુંબઈ
સંજય લીલા ભણસાલી બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક છે. નિર્દેશનની બાબતમાં સંજય લીલા ભણસાલીનો કોઈ મુકાબલો નથી. સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ ‘હીરામંડી’ને લઈને કેટલાક દિવસોથી નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ફરદીન ખાન આ સીરિઝથી લગભગ ૧૨ વર્ષ બાદ ર્ં્‌્‌ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે. સંજય લીલા ભણસાલી ૧૨ વર્ષથી પોતાની સીરિઝ ‘હીરામંડી’ બનાવવા માંગે છે. તેમની આ પીરિયડ ડ્રામા સિરીઝ ઘણા સમયથી ચર્ચામાં છે. માધુરી દીક્ષિત ઉપરાંત હુમા કુરેશી, સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, મુમતાઝ પણ આમાં મહત્વના રોલમાં છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક નવી માહિતી સામે આવી છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, જેકી શ્રોફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે આ સિરીઝમાં પણ મહત્વના રોલમાં જાેવા મળશે. અહીં એક ખાસ વાત એ છે કે સંજય લીલા ભણસાલી અને જેકી શ્રોફ ૨૦ વર્ષ પછી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ પહેલા બંનેએ વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દેવદાસ’માં સાથે કામ કર્યું હતું.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *