Maharashtra

૧૫ જૂને બ્રહ્માસ્ત્રનું પોસ્ટર રિલિઝ કરાશે ઃ આલિયા ભટ્ટ

મુંબઈ
બ્રહ્માસ્ત્રના ફર્સ્‌ટ ટીઝરની શરૂઆત રણબીર અને આલિયાના કેરેક્ટર સાથે થઈ હતી. અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ તેમાં થયો હતો. નાગાર્જુન અને મૌની રોયના નામ પણ લેવાયા હતા. ડિરેક્ટર અયાન મુખરજી ત્રણ પાર્ટમાં ફેન્ટસી એપિક બનાવી રહ્યા છે. જેમાં શિવાનો લીડ રોલ રણબીર કરી રહ્યો છે અને આલિયાએ ઈશાનું કેરેક્ટર પ્લે કર્યું છે. અમિતાભ બચ્ચન તેમના પ્રોફેસર અરવિંદ ચતુર્વેદી તરીકે જાેવા મળશે. નાગાર્જુને આર્કિયોલોજિસ્ટ વશિષ્ઠનો રોલ કર્યો છે અને મૌની રોય એન્ટેગોનિસ્ટ છે. નવમી સપ્ટેમ્બરે ફિલ્મની રિલિઝ પહેલા તેના પ્રમોશનની એક્ટિવિટી પૂર જાેશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં માર્વેલની ઝલક જાેવા મળતી હોવાનું ઘણા લોકો માની રહ્યા છે. આ અંગે વાત કરતાં રણબીરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, વિશ્વમાં કોઈપણ જગ્યાએ બનેલી ફિલ્મ સાથે તેની સરખામણી કરી શકાય તેમ નથી. ફિલ્મમાં મોડર્ન ઈન્ડિયાની સાથે પ્રાચીન ભારતીય શક્તિઓનો સમન્વય જાેવા મળશે. આપણો દેશ પણ એવો જ છે. આપણે ભારતીયો ધાર્મિક અને શ્રદ્ધાળુ છીએ તથા દિવ્ય શક્તિઓમાં વિશ્વાસ ધરાવીએ છીએ. આ ફિલ્મમાં પણ આધુનિક ભારતમાં પ્રાચીન દિવ્ય શક્તિઓની ઝલક જાેવા મળશે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વેડિંગ બાદ તેઓ પહેલી વાર કોઈ ફિલ્મમાં સ્ક્રિન શેર કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર નામની આ ફિલ્મનું ટીઝર રિસેન્ટલી રિલિઝ થયુ હતું અને હવે આલિયા ભટ્ટે ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્‌ટ લૂક શેર કર્યો છે. અમિતાભ બચ્ચનને ગુરુ તરીકે ઓળખાવીને આલિયાએ જણાવ્યું હતું કે, તેઓ લીડર છઠે અને તેમની પાસે પ્રભાસ્ત્ર છે. પ્રભાસ્ત્ર એવી તલવાર છે, જે તેજાેમય છે. આ સાથે આલિયાએ ૧૫ જૂને ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરવા અંગે પણ એનાઉન્સમેન્ટ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *