મહારાષ્ટ્ર
પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતોના વિરોધમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુરૂવારે એક રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ વેચાયું હતું. જાેકે ડો. બી. આર આંબેડકરની જયંતિ પર એક સ્થાનિક સંગઠને ૫૦૦ લોકોને પેટ્રોલ ૧ રૂપિયે પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ વેચ્યું હતું. તમામ ખરીદદારને ફક્ત એક લીટર ઇંધણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપ લોકોની ભીડ ઉમટી હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ડો. આંબેડકર સ્ટૂડેન્ટ્સ એન્ડ યૂથ પેંથર્સે કર્યું હતું. સંગઠનની રાજ્ય એકમના નેતા મહેશ સર્વગોડાએ કહ્યું કે ”મોંઘવારી ઝડપથી વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકારના અંતગર્ત પેટ્રોલના ભાવ ૧૨૦ રૂપિયે પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. એટલા માટે લોકોને રાહત આપવા અને ડો. બાબાસાહેબની જયંતિની ઉજવણી માટે અમે એક રૂપિયા દરથી પેટ્રોલ આપવાનો ર્નિણય કર્યો હતો.” મહેશ સર્વગોડાએ કહ્યું કે જાે અમારા જેવા નાના સંગઠન ૫૦૦ લોકોને રાહત આપી શકે છે, તો સરકારે પણ આપવી જાેઇએ. તો બીજી તરફ એક રૂપિયાના દરથી પેટ્રોલ ખરીદનારા એક ગ્રાહકે કહ્યું કે પેટ્રોલના ભાવ દરરોજ નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે, એવામાં મોંઘવારી વચ્ચે થોડા પૈસા બચાવીને ખુશ છું. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તેના લીધે મોંઘવારી સતત વધી રહી છે. ઇંધણની વધતી જતી કિંમતોને લઇને કેંદ્રએ ચોતરફ ટીકાઓ સહન કરવી પડે છે. તો બીજી તરફ કેંદ્ર સરકારે હાલ પેટ્રોલ અને ડીઝલ પર લાગનાર એક્સાઇઝ ડ્યૂટી પર કાપ મુકવાની સંભાવનાની મનાઇ કરી દીધી છે.