મહેસાણા
મહેસાણાના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જાહેર રજાના કારણે ૨.૫૫ લાખનો દંડ એકાઉન્ટ શાખાના હેડ જમાદાર ભરત કાનજીભાઈ ચૌધરીએ કચેરીની તિજાેરીમાં રાખ્યા હતા.જે ચોરી થયાની મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જમાદાર ભરત કાનજીભાઈને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમે ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ચોરીની ઘટનામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ટીઆરબીની સંડોવણી હોવાનું બહાર આવતા તેના ઘરે પોલીસે તપાસ આદરી હતી, જ્યાં પરિવારે ટીઆરબી જવાનને ઘણા સમય પેલા જ ઘરમાંથી કાઢી મુકયાનું બહાર આવ્યું હતું. ચોરીની ઘટના બાદ પોલીસે તેના મિત્રોના ઘર પણ છાપા માર્યા હતા પરંતુ કોઈ સ્થળે તેની હાજરી મળી ન હતી. ટીઆરબી જવાન વગર રજાએ નોકરી પર આવતો બંધ થતાં તેની ભાળ મેળવવા પોલીસ વિવિધ દિશામાં સંઘન તપાસ આદરી છે.મહેસાણા શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એકાદ માસ પહેલા રૂપિયા ૨.૫૫ લાખની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા મહેસાણા એલસીબી ટીમ એક્સન મોડમાં આવી સમગ્ર મામલે હકીકત બહાર આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ટીઆરબી જવાનની સંડોવણી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ચોરીની ઘટના બાદ નાસી ગયેલા ટીઆરબી જવાનને ઝડપવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.