Maharashtra

POK ને આપણા ક્ષેત્રમાં લાવવા પર કેન્દ્રનો શોર તો, બેલગાવી સીમા વિવાદ પર કેમ ચુપકીદી ઃ સંજય રાઉત

મુંબઇ
શિવસેના જુથના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી હતી.શિવસેના નેતાએ કહ્યું કે તે જે લાંબા સમયથી કર્ણાટકના બેલગાવી ક્ષેત્રના લોકોની આકાંક્ષાઓની ઉપેક્ષા કરી રહ્યાં છે.આ લોકો ગત સાત દશકોથી તે વિસ્તારને કર્ણાટકથી મહારાષ્ટ્રમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. રાજયસભાના સાંસદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ પ્રહારો કરતા કહ્યું કે તેઓ ત્યારે પણ ચુપ રહેવાનું પસંદ કરે છે જયારે તેમના સમકક્ષ કર્ણાટકના મુખ્યમંત્રી બસરાવ બોમ્મઇ તેમના રાજયના ગામો પર દાવો કરી રહ્યાં હતાં. સંજય રાઉતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જયારે બેલગાવી સહિત રાજયના મરાઠી ભાષા ક્ષેત્રો પર મહારાષ્ટ્રના નવા દાવા બાદ ત્યાં અશાંતિનું વાતાવરણ બનેલ છે. સંજય રાઉતે કહ્યું કે તે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને આપણા ક્ષેત્રમાં લાવવાની વાત કરે છે કારણ કે ત્યાંના લોકો એવું ઇચ્છે છે પરંતુ બેલગાવીના લોકો મહારાષ્ટ્રના ક્ષેત્રનો હિસ્સો બનવા ઇચ્છે છે.જાે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મામલો લોકોની ઇચ્છાનો માનક છે તો પછી બેલગાવી પર પણ લાગુ કરવો જાેઇએ

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *