મુંબઈ
‘વિશ્વાસમ’માં અજિત કુમાર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમના સિવાય નયનતારા, જગપતિ બાબુ અને વિવેકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન શિવાએ કર્યું હતું. અક્ષય અને અજય તેમની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે જ્યાં અક્ષયની ‘પૃથ્વીરાજ’ અને ‘બચ્ચન પાંડે’ રિલીઝ થવાની તૈયારીમાં છે. બીજી તરફ, અજય દેવગનની ‘રન વે’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે, જેમાં અમિતાભ બચ્ચન પણ જાેવા મળશે.હિન્દીભાષી વિસ્તારોમાં સાઉથની ફિલ્મોના કન્ટેન્ટના વધતા જતા પ્રભાવને જાેતા હવે દક્ષિણના ઘણા નિર્માતાઓ તેમની ફિલ્મોની હિન્દી રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં, ‘પુષ્પા’ના હિન્દી ડબને ધમાકેદાર કમાણી કરી છે. જેના કારણે ઘણા નિર્માતાઓએ તેને નફાકારક સોદો શોધવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મનીષ શાહે સુપરહિટ ફિલ્મ ‘વિશ્વાસમ’ માટે અજય દેવગણ અને અક્ષય કુમાર સાથે વાત કરી હતી પરંતુ બંનેએ તેમાં કામ કરવાની ના પાડી દીધી છે. આ ફિલ્મની રીમેકના મૂળ અધિકાર મનીષ શાહ પાસે છે, પરંતુ બોલિવૂડના આ બે મોટા સ્ટાર્સના ઇનકાર બાદ તેમના પ્રારંભિક પ્રયાસો સફળ થયા નથી. ફિલ્મ નિર્માતા મનીષ શાહે આ ફિલ્મ માટે પહેલા અજય દેવગનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. આ પછી મનીષે આ જ રોલ માટે અક્ષય કુમાર સાથે વાત કરી પરંતુ અક્ષય કુમારે પણ કામ કરવાની ના પાડી દીધી. આ કારણે મનીષની આ ફિલ્મ હિન્દીમાં બનાવવાની આશા થોડી ઘટી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને સ્ટાર્સે ના પાડી કારણ કે, તેમને લાગે છે કે આ ફિલ્મની સામગ્રી હિન્દી ભાષી દર્શકોને પસંદ આવશે નહીં. નિર્માતા મનીષ શાહે આ ફિલ્મના નિર્માણ અને સહ-નિર્માણ માટે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ સાથે વાટાઘાટો પણ કરી હતી, પરંતુ તેમણે સહ-નિર્માતાની ઓફર ઠુકરાવી દીધી હતી કારણ કે, આ ફિલ્મ સાથે કોઈ મોટો સ્ટાર જાેડાયેલો ન હતો. આ પછી મનીષે કહ્યું કે, તે આ ફિલ્મની રીમેક સત્ય જ્યોતિ ફિલ્મ્સ સાથે બનાવશે, જેણે મૂળ ફિલ્મમાં સહયોગ કર્યો હતો. આ ફિલ્મની રીમેક લગભગ ૪ કરોડમાં વેચાઈ છે.
