Maharashtra

અક્ષય કુમારે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ “ખેલ ખેલ મૈં”માં સામંથા રૂથ પ્રભુનો છે લીડ રોલ

મુંબઈ
અક્ષય કુમારે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ખેલ ખેલ મૈં સાઈન કરી છે અને તેમાં સામંથા રૂથ પ્રભુનો પણ લીડ રોલ છે. આ ફિલ્મને ફ્લોર પર લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં કરણ જાેહર આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરશે. બોલિવૂડના ખિલાડી કુમાર ગણાતા અક્ષય કમારની પાછલી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી, પરંતુ તેની અસર અક્ષયની ડીમાન્ડ પર પડી નથી. ફિલ્મ મેકર્સ સતત અક્ષય સાથે નવી ફિલ્મો એનાઉન્સ કરી રહ્યા છે. બીજી બાજુ, અક્ષયે પણ પોતાની ડીમાન્ડ જાળવી રાખવા માટે ફીમાં તોતિંગ ઘટાડો કર્યો હોવાનું કહેવાય છે. રિસેન્ટ રિપોર્ટ મુજબ, અક્ષય કુમારે સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે ફિલ્મ માટે હાથ મિલાવ્યો છે, જેમાં ઓડિયન્સને હસાવવાનો પ્રયાસ થશે. આ ફિલ્મનું નામ ‘ખેલ ખેલ મૈં’ રાખવામાં આવશે. અક્ષય કુમારે ફિલ્મ સાઈન કરી હોવાની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં થઈ શકે છે. ફિલ્મના ડાયરેક્ટર અંગે હજુ કોઈ ર્નિણય લેવાયો નથી. ફિલ્મમાં સ્ક્રિન શેર કરતા પહેલા સામંથા રૂથ પ્રભુ અને અક્ષય કુમારની જાેડી કરણ જાેહરના શો કોફી વિથ કરણમાં સાથે જાેવા મળશે. કરણ જાેહર ઘણાં સમયથી શોના એપિસોડ્‌સ શૂટ કરી રહ્યા છે, જેમાંથી એક એપિસોડ અક્ષય અને સામંથા સાથે શૂટ થવાનો છે. અક્ષય કુમારની પાછલી બે ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાં સમ્રાટ પૃથ્વીરાજ અને બચ્ચન પાંડેનો સમાવેશ થાય છે. ઓગસ્ટ મહિનામાં અક્ષયની ફિલ્મ રક્ષાબંધન આવી રહી છે. ભાઈ-બહેનની લાગણી આધારિત આ ફિલ્મનું ટાઈટલ અને રિલીઝ ડેટના કારણે પ્રમોશનમાં મદદ મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *