Maharashtra

અથિયા શેટ્ટી-કેએલ રાહુલની વેડિંગ ડેટ લીક!

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ પોતાના સંબંધોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. બીસીસીઆઇએ રાહુલની લીવ પણ મંજૂર કરી દીધી છે. હવે બંનેની વેડિંગ ડેટ સામે આવી છે. કેએલ રાહુલના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરશે. વેડિંગ ફંક્શન્સ ૨૧થી ૨૩ જાન્યુઆરીની વચ્ચે હશે. લગ્નને આડે હવે માંડ એક મહિનો રહ્યો છે અને બંને પરિવાર તૈયારીમાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લગ્ન સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે થશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. લગ્નમાં મહેંદી, હલ્દી, સંગીત સેરેમની સહિતના વિવિધ ફંક્શન હશે. જાેકે, આ લગ્નમાં માત્ર નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો સામેલ થશે. કપલના લગ્નનું આમંત્રણ ડિસેમ્બરના છેલ્લા વીકમાં આપવામાં આવશે. સુનીલને પૂછવામાં આવ્યું હતું કે,રાહુલ અને અથિયાના લગ્ન કયારે થશે? જેના જવાબમાં જણાવ્યું હતું કે, જલ્દી જ થશે. હવે સુનિલના જવાબ પરથી લાગી રહ્યું છે કે, બંને જલ્દી જ લગ્ન કરીને ઠરીઠામ થવા માગે છે. રાહુલ અને આથિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા. આથિયા ઘણી વખત તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કેએલ રાહુલ સાથે જાેવા મળે છે.આઇપીએલ ૨૦૨૨ માં લખનૌ સુપર જાયન્ટ્‌સની મેચો દરમિયાન સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં કેએલ રાહુલને ચિયર્સ કરતા જાેવા મળ્યા હતા. રાહુલે પાંચ નવેમ્બર, ૨૦૨૧માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’ આ ઉપરાંત તે જ સમયગાળામાં અથિયા ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ના પ્રીમિયર સમયે રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી. અથિયા શેટ્ટીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૯૨ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે. આથિયા શેટ્ટી એક હિન્દુ પરિવારમાંથી આવે છે. અથિયાએ ૨૦૧૫માં બોલિવૂડ ફિલ્મ ‘હીરો’થી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેણે ‘રાધા માથુર’ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી પણ હતો. અથિયા છેલ્લે ૨૦૧૯માં ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’માં જાેવા મળી હતી. ચર્ચા છે કે અથિયા શેટ્ટી હવે વેબસિરીઝમાં જાેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *