મુંબઈ
મલ્ટિ સ્ટારર ફિલ્મ જુગ-જુગ જિયોની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. ફિલ્મને સફળ બનાવવા માટે પ્રમોશનલ એક્ટિવિટી પૂરજાેશમાં ચાલી રહી છે. હાલ તેઓ મુંબઈમાં અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. રિસેન્ટલી કિયારા અડવાણી, અનિલ કપૂર અને વરુણ ધવને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી. નીતુ કપૂરનો આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે, પરંતુ ડાન્સ દિવાને રિયાલિટી શોના શૂટિંગમાં બિઝી હોવાથી તેઓ આ મુસાફરીમાં જાેડાયા ન હતા. મેટ્રો રાઈડ દરમિયાન કિયારા અને વરુણે વડાપાંઉ ખાતા ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. મુંબઈ મેટ્રોમાં મુસાફરી દરમિયાન નાસ્તો કરવાની મનાઈ હોય છે, જેથી નિયમનો ભંગ કરવા બદલ કેટલાક યુઝર્સે સ્ટાર્સને ટ્રોલ કર્યા હતા. ફિલ્મમાં વેડિંગનો પ્રસંગ છે, જ્યાં ફેમિલી મેમ્બર્સ ભેગાં થાય છે. દરેકના મેરિડ લાઈફ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને મેરેજ દરમિયાન તેમાં આવતાં ચેન્જીસની સ્ટોરી છે. ફિલ્મનું સોન્ગ પંજાબન અને રંગી સારી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મના સોન્ગ્સને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને સ્ટાર્સ પણ પ્રમોશનમાં કોઈ કસર રાખવા માગતા નથી. કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ ૨૪મી જૂને રિલીઝ થવાની છે.


