Maharashtra

અનુપમામાં થશે ધમાકો, વનરાજના બાબુજીનો ભૂતકાળ!, મોટા પુત્રની એન્ટ્રી!

મુંબઈ
અનુપમા સીરિયલ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. મેકર્સ પ્રયાસ કરી રહ્યાં છે કે દર્શકોનું આકર્ષણ જળવાઈ રહે. આ સમયે શાહ અને કાપડિયા હાઉસમાં પાખી અને અધિકને કારણે બબાલ ચાલી રહી છે. આ વચ્ચે અનુપમા ફરી અભ્યાસ શરૂ કરવાની છે. કેટલાક રિપોર્ટ્‌સ છે કે અનુપમા સીરિયલમાં કોઈનું મોત થવાનું છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે શોમાં મોટો ધમાકો થશે. વનરાજના બાબુજીને ભૂતકાળ સામે આવશે. અનુપમા સીરિયલમાં અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે કે અનુજ અને બા ઈચ્છે છે કે પાખીના લગ્ન અધિક સાથે થઈ જાય. વનરાજ આ વાત માટે રાજી નથી. તેને ફરી લાગી રહ્યું છે કે અનુજ તેના બાળકોને છીનવવા ઈચ્છે છે. તો બદનામીથી બચવા માટે બા પણ ઈચ્છે છે કે પાખીના લગ્ન અધિક સાથે થઈ જાય જેથી સમાજ કટાક્ષ ન કરે. આ વચ્ચે અનુજ અને અનુપમા મુશ્કેલીથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અનુપમા ફાઇનાન્સનો અભ્યાસ શરૂ કરશે. અનુજ તેનું આઈડી કાર્ડ આપે છે. તે યાદ કરે છે કે કઈ રીતે તેના બાળકો અને પતિ ઓછું ભણેલી હોવા પર ટોણા મારે છે. આ વચ્ચે નવા ટિ્‌વસ્ટના સમાચાર પણ આવી રહ્યાં છે. સીરિયલ ગોસિપના રિપોર્ટ પ્રમાણે શોમાં વનરાજના બાબૂજીની પ્રથમ પત્ની અને મોટા પુત્રની એન્ટ્રી થવાની છે. તેને જાેઈએ દરેક દંગ રહી જશે. વનરાજ તે વાત પર ભડકી જશે કે તેના પિતાએ તેનાથી આટલું મોટું સત્ય છુપાવ્યું. વનરાજ તેના પિતાને બાબૂજી કહેવાનું બંધ કરી દેશે અને મિસ્ટર શાહ કહીને બોલાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *