Maharashtra

અભિનેતા ઈરફાન ખાનની જન્મજયંતિએ ચાહકોએ તેમને યાદ કર્યા

મુંબઈ
પઠાણ પરિવારમાંથી હોવા છતાં ઇરફાન બાળપણથી જ શાકાહારી હતા. તેમનો પરિવાર હંમેશા તેમને એમ કહીને ચીડવતો કે પઠાણ પરિવારમાં બ્રાહ્મણ છોકરો જન્મ્યો છે. ઈરફાન ખાનની કારકિર્દીની શરૂઆત સંઘર્ષથી ભરેલી હતી. જ્યારે તેઓ દ્ગજીડ્ઢમાં જાેડાયા હતા તે જ દિવસે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારના ખર્ચને પહોંચી વળવા તેણે એસીનું સમારકામ કરવાનું કામ શરૂ કર્યું. આ દરમિયાન તેમની મુલાકાત રાજેશ ખન્ના સાથે થઈ હતી. ઈરફાન રાજેશ ખન્નાના ઘરે એસી સરખી કરવા ગયા હતાં. ઈરફાન તેની ભવ્યતા જાેઈને ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઈરફાનને મીરા નાયર દ્વારા સલામ બોમ્બેમાં મોટી ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા જ્યારે તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા. તે દિવસોમાં તેમણે મુંબઈમાં વર્કશોપમાં પણ હાજરી આપી હતી પણ પછી તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ આ ફિલ્મનો ભાગ નથી. તેમણે આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તે આખી રાત રડતા રહ્યા પછી તેમને એક નાનો રોલ આપવામાં આવ્યો હતો. જાે કે તેનુ ઋણ મીરા નાયરે ૧૮ વર્ષ પછી ઈરફાન ખાનને ધ નેમસેકમાં અશોક ગાંગુલીની ભૂમિકા આપીને ચૂકવ્યું હતું. ઈરફાન ખાને ૨૩ ફેબ્રુઆરી ૧૯૯૫ના રોજ દ્ગજીડ્ઢની મિત્ર સુતાપા સિકદર સાથે લગ્ન કર્યા હતા. સુતાપા હંમેશા ઈરફાનના સંઘર્ષના દિવસોમાં તેમની સાથે ઊભી રહી. તે એ જ સુતાપા છે જેણે સુપારી અને શબ્દ જેવી ફિલ્મો લખી છે. જ્યારે ઈરફાને સુતાપા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે જાે સુતાપાનો પરિનાર સંમત ના થતો તો તેઓ પોતાનો ધર્મ બદલવા માટે પણ રાજી થઈ ગયા હતા પણ સુતાપાના પરિવારના સભ્યો બંનેના લગ્ન માટે સંમત થયા હતા એટલે ઈરફાનને ધર્મ બદલવાની જરૂર ન પડી. ઈરફાન ખાને પોતાના કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. ૩૨ વર્ષની કારકિર્દીમાં ઈરફાને કેટલીક એવી ફિલ્મો કરી છે જે માઈલસ્ટોન સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે ઈરફાનને ફિલ્મ ‘પાન સિંહ તોમર’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ઈરફાન હંમેશા અલગ-અલગ પ્રકારના પાત્રો કરવા માટે પ્રખ્યાત હતા. ઈરફાન આજે આપણી વચ્ચે નથી પરંતુ તેની ફિલ્મો તેના ચાહકોનું મનોરંજન કરે છે અને ચોક્કસપણે તેમની યાદોને તાજી કરે છે.બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની છાપ છોડનાર અભિનેતા ઈરફાન ખાનની આજે જન્મજયંતિ છે. ઈરફાને ૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી. તેઓ કેન્સરથી પીડિત હતા પરંતુ પણ તેમના ચાહકો તેમને યાદ કરે છે. ઈરફાનની ફિલ્મોએ જીવનના તમામ ક્ષેત્રના દર્શકોને પ્રભાવિત કર્યા છે. ઈરફાન ખાનનો જન્મ ૭ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ જયપુરમાં મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો હતો. આજે તેમની ૫૫મી જન્મજયંતિ છે. તેમનું આખું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન. તેમના પિતા ટાયરનો વ્યવસાય કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *