મુંબઈ
અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂરના માતા-પિતા રણધીર કપૂર અને માતા બબીતા સાથે રહેતા નથી પરંતુ આ બંનેએ એકબીજાને છૂટાછેડા પણ આપ્યા નથી. જી હાં આજે અમે રણધીર કપૂર અને બબીતા વિશે જ જણાવવા જઇ રહ્યા છીએ અને સાથે જ એ પણ જણાવીશું કે કરીનાના પપ્પાની એ કઇ ખરાબ આદત હતી જેના લીધે બબીતાએ તેમની સાથે રહેવાનું છોડી દીધું હતું. જાેકે આ પહેલાં અને તમને જણાવીશું કે બબીતા અને રણધીરની મુકાલાત કેવી રીતે થઇ અને લગ્ન સુધી કેવી રીતે પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ બંને એકબીજાને વર્ષ ૧૯૬૯ માં આવેલી ફિલ્મ ‘સંગમ’ના સેટ પર જાેયા હતા. અહીથી તેમની મુલાકાતોનો દૌર શરૂ થયો અને આ બંને એકબીજાને સંતાઇને મળવા લાગ્યા. સમાચારોનું માનીએ તો આ વાતની જાણકારી રણધીરના પિતા રાજ કપૂરને પણ હતી. તમને જણાવી દઇએ કે એક દિવસ રાજ કપૂરે રણધીર કપૂરને પૂછી લીધું ‘લગ્ન કરવાનો ઇરાદો છે કે નહી, જ્યારે તે ઘરડી થઇ જશે ત્યારે તેની સાથે લગ્ન કરીશ.’ જાેકે કપિલ શર્માના શોમાં આવેલા રણધીરે એકવાર જણાવ્યું હતું કે તે અને બબીતા એક રીતે ટાઇમ પાસ રિલેશનમાં હતા. જાેકે માતા-પિતાએ જ્યારે કહ્યું ત્યારે તેમણે ૬ નવેમ્બર ૧૯૭૧ ના રોજ લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તેમના ઘરે કરિશ્મા અને કરીનાનો જન્મ થયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ૮૦ના દાયકા સુધી રણધીરની ફિલ્મો ચાલવાની બંધ થઇ ગઇ હતી. તો બીજી તરફ રણધીર ખૂબ વધુ ડ્રીંક કરવા લાગ્યા હતા અને રણધીરની આ આદતથી કંટાળીને બબીતાએ તેમને છોડીને, બાળકોને લઇને બીજા ઘરમાં શિફ્ટ થઇ જવાનો ર્નિણય લીધો અને આજે પણ આ બંને અલગ રહે છે. જાેકે આજે પણ રણધીર અને બબીતાના છુટાછેડા થયા નથી. આ વિશે વાત કરતાં રણધીરે કહ્યું હતું કે ‘મારે અને બબીતાએ બીજા લગ્ન કરવા નથી તો પછી છુટાછેડા કેમ આપવા’.

