Maharashtra

અભિનેતા વરુણ શર્મા આગામી ફિલ્મ સર્કસમાં રણવીરસિંહ સાથે જાેવા મળશે

મુંબઈ
વરુણ શર્માએ ફિલ્મ ફુકરેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં વરુણે ચુચાનો રોલ કર્યો હતો. પહેલી જ ફિલ્મમાં વરુણનો રોલ દર્શકોને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ બાદ વરુણે રબ્બા મેં ક્યા કરું, વોર્નિંગ, યારા દા બ્રેકઅપ, ડોલી કી ડોલી જેવી ફિલ્મો કરી હતી. પરંતુ આ ફિલ્મોમાં તેનોરોલ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી શક્યો ના હતો. ત્યારબાદ તે કપિલ શર્માની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંમાં જાેવા મળ્યો હતો. ત્યારબાદ વરુણે રોહિત શેટ્ટીની સુપરહિટ ફિલ્મ દિલવાલેમાં કામ કર્યું અને ફરી એકવાર તેણે પોતાની કોમેડીથી બધાના દિલ જીતી લીધા. આ પછી વરુણે ફિલ્મ છિછોરેમાં જબરદસ્ત એક્ટિંગ કરી હતી. માત્ર દર્શકોએ જ નહીં પરંતુ ક્રિટીક્સએ પણ તેની પ્રશંસા કરી હતી. વરુણે તેની કરિયરમાં માત્ર કોમેડી પાત્રો જ ભજવ્યા છે અને હવે તે સર્કસ ફિલ્મમાં જાેવા મળવાનો છે જેમાં તેની સાથે રણવીર સિંહ છે.

Varun-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *