Maharashtra

અભિનેત્રી શમિતા શેટ્ટીએ પોતાનો ૪૩મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ
૨ ફેબ્રુઆરીએ શમિતા શેટ્ટીનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ સાથે અભિનેત્રી શમિતા શેટ્ટી ૪૩ વર્ષની થઈ ગઈ છે. પિંકવિલા રિપોર્ટ અનુસાર, શિલ્પાએ કહ્યું હતું કે શમિતા શેટ્ટીને પોતાનામાં રહેવું પસંદ છે, તેના હેલોથી જ ખબર પડે છે કે તે સામેની વ્યક્તિને પસંદ કરી રહી છે કે નહીં. શિલ્પાએ કહ્યું હતું કે જાે શમિતા કોઈ નવા વ્યક્તિને મળે અને તેને પસંદ ન કરે તો તે વ્યક્તિના હેલ્લોનો જવાબ ‘હમમ’માં આપશે. પરંતુ જાે તેણીને તે વ્યક્તિ ગમતી હોય તો હેલોથી જવાબ આપશે. શિલ્પા શેટ્ટીએ એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે એકવાર તેણે બહેન શમિતા શેટ્ટીને તેના પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી. ઘણા સમય પછી તેણે કબાટ ખોલ્યો હતો ત્યારબાદ શમિતા શેટ્ટી શિલ્પા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે જાેરદાર લડાઈ થઈ હતી. શિલ્પાએ પોતાના બાળપણની એક ઘટનાને સંભળાવતા કહ્યું હતું કે, ‘અમે ઘણા તોફાની હતા. કેટલીકવાર તેઓ એકબીજા સાથે વધુ પડતા તોફાન કરી લેતા હતા. મને યાદ છે કે એકવાર મેં શમિતાને મારા પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી. જ્યારે શમિતા બહાર આવી તો તે માતા ચાંડાલિની બનીને બહાર આવી હતી . શમિતાએ મારા પર બધુ ફેંકવાનું શરૂ કર્યું જે તેના હાથમાં આવ્યું. એ વખતે અમારા ઘરમાં કોઈ કામ ચાલતું હતું. આવી સ્થિતિમાં ત્યાં કંઈક તીક્ષ્ણ પડ્યું હતું, જે મેં શમિતાને માર્યુ અને તે તેના ચહેરા પર અથડાયું. આજે પણ તે કટ તેના ચહેરા પર છે. શમિતાએ જણાવ્યું હતું કે આ પછી બંને બહેનોને માતા-પિતાએ અલગ કરી દીધા હતા. શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે ‘મને નાનીના ઘરે મોકલવામાં આવી હતી પરંતુ પછી અમે બંને એકબીજાને મિસ કરવા લાગ્યા અને પરિવારને કહ્યું કે હવે અમે ક્યારેય લડીશું નહીં. તે પછી અમને બંનેને ફરીથી સાથે રાખવામાં આવ્યા.

Shamita-Shetty.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *