Maharashtra

અમિતાભ બચ્ચન પરનો જાેક સાંભળીને અભિષેક બચ્ચને શો માંથી અધવચ્ચે મૂકી ચાલતો થયો

મુંબઈ
અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચનની ઈમેજ પણ શાંત અને ઠરેલ વ્યક્તિની છે. વિવાદથી દૂર અને કામમાં વ્યસ્ત રહેવાની પિતા-પુત્રની પ્રકૃતિ જગજાહેર છે. જાે કે અમિતાભ બચ્ચન પરનો જાેક સાંભળીને અભિષેક બચ્ચને પિત્તો ગુમાવ્યો હતો અને કોમેડિયનને રીતસરનો ધમકાવી નાખ્યો હતો અને અધવચ્ચે શો પડતો મૂકીને ચાલતી પકડી હતી. આ કિસ્સો રિયાલિટી શો ‘કેસ તો બનતા હૈ’ના શૂટિંગ દરમિયાન બન્યો હતો. કેસ તો બનતા હૈના શૂટિંગ દરમિયાન કોમેડિયન પરિતોષ ત્રિપાઠીએ રોજી રળવા બાબતે અભિષેકને ટ્રોલ કર્યો હતો. શોના હોસ્ટ રિતેશ દેશમુખ પણ હાજર હતા. આ સમયે અભિષેકે શૂટિંગ બંધ કરવાનું કહ્યુ હતું અને ઊભા થઈને ચાલવા માંડ્યા હતા. આ જાેઈને રિતેશ અને પરિતોષ ઉપરાંત શોના જજ વરુણ શર્મા મૂંઝવણમાં મૂકાયા હતા. અભિષેકે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વધારે પડતું થઈ રહ્યું છે. હું અહીંયા ભાગ લઈ રહ્યો છું. તેમાં માતા-પિતાને વચ્ચે લાવવાની જરૂર નથી. જાેક્સ મારા સુધી જ રાખો. પિતાજીની બાબતમાં હું થોડો સેન્સિટિવ થઈ જાઉ છું. અભિષેકને નારાજ જાેઈને પરિતોષે પણ સ્પષ્ટતા કરી હતી કે, તે પોતે પણ અમિતાભ બચ્ચનનો ફેન છે. જાે કે અભિષેકે પોતાની વાત પકડી રાખતા કહ્યું હતું, કોમેડી પણ તેની મર્યાદામાં સારી લાગે છે. અગાઉ રિયાલિટી શોના એક પ્રોમોમાં પણ અભિષેકની મજાક ઊડાવવામાં આવી હતી. અભિષેક સેટ પરથી સામાન ચોરતા હોવાની ટીખળ થતાં અભિષેકે હાજરજવાબી સ્વભાવ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર સામાન નહીં, હીરોઈન ઐશ્વર્યા રાય બચ્ચનને પણ તે ચોરી લાવ્યા છે. આ શોના બીજા પ્રોમોમાં અભિષેકના વોક આઉટનું આ દૃશ્ય દર્શાવાયુ હતું.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *