Maharashtra

અમિતાભ બચ્ચનના અંગરક્ષક રહેલા પોલીસકર્મી શિંદે સસ્પેન્ડ

મુંબઈ,
અભિનેતા અમિતાભ બચ્ચનના અંગરક્ષક તરીકે ઓગસ્ટ ૨૦૨૧ સુધી કામ કરનારા મુંબઈ પોલીસના એક સિપાહીને સર્વિસ નિયમોના ઉલ્લંઘના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીએ કહ્યું, જિતેન્દ્ર શિંદેને સસ્પેંડ કરવાનો આદેશ મંગળવારે જાહેર કરવામાં આવ્યો અને તેની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શિંદે આ પહેલા મુંબઈ પોલીસની સુરક્ષા શાખામાં તહેનાત હતો. જિતેન્દ્ર શિંદેએ ૨૦૧૫ થી ઓગસ્ટ ૨૦૨૧ સુધી અમિતાભ બચ્ચનના અંગરક્ષક તરીકે કામ કર્યુ હતું. શિંદેની વાર્ષિક કમાણી ૧.૫ કરોડ રૂપિયા સુધી થઈ ગઈ હોવાનું સામે આવ્યા બાદ આ પગલું ભરાયું છે. મુંબઈના પોલીસ કમિશ્નર હેમંત નાગરાલે શિંદેને ત્યાંથી હટાવી દીધો હતો. ઓગસ્ટ ૨૦૨૧ બાદ જિતેન્દ્ર શિંદેને મુંબઈના ડીબી માર પોલીસ સ્ટેશનના તૈનાત કરાયો હતો. શિંદેના સસ્પેનસનનું કારણ પૂછવા પર મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, તેણે સિનિયરોને જણાવ્યા વગર ચાર વખત દુબઈ અને સિંગાપોરની યાત્રા કરી હતી. સર્વિસ નિયમો મુજબ, શિંદેએ વિદેશ યાત્રા કરતાં પહેલા પોતાના સિનિયરોની મંજૂરી લેવી જાેઈતી હતી. પોલીસ અધિકારી મુજબ, શિંદેએ પોતાની પત્નીના નામ પર એક સુરક્ષા એજન્સી પણ ખોલી છે. જે બચ્ચન પરિવારને સુરક્ષા પૂરી પાડતી હતી પરંતુ ફિ અંગેની લેણ-દેણ શિંદેના બેંક ખાતામાં જાેવા મળી નહીં કે તેની પત્નીના બેંક ખાતામાં. પ્રાથમિક તપાસમાં તેણે કેટલીક સંપત્તિ પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે. શિંદેને સસ્પેન્ડ કર્યા બાદ મુંબઈ પોલીસ કમિશ્નર (દક્ષિણ) દિલીપ સાવંતની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ પણ બનાવવામાં આવી છે.

amitabh-bachchan-security-men-shinde-saspend.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *