Maharashtra

આદિપુરુષ ફિલ્મના વિઝ્‌યુલ ઇફેક્ટ્‌સથી ફેન્સ થયા નિરાશ

મુંબઈ
પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ સ્ટારર ‘આદિપુરુષ’નું ટીઝર ગાંધી જયંતિના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું. પ્રભાસ શ્રીરામની ભૂમિકામાં જાેવા મળ્યા. સૈફ અલી ખાને રાવણની ભૂમિકા ભજવી છે. ત્યાં જ, કૃતિ સેનન સીતાના રોલમાં ખુબ સુંદર લાગી. સની સિંહ ફિલ્મમાં લક્ષમણની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં એક મોટી અને સારી સ્ટાર કાસ્ટ છે, જેને ઓડિયન્સ ખુબ પસંદ કરી રહી છે. પરંતુ ટીઝરના વીએફએક્સ અને સીજીઆઈએ ઓડિયન્સને નિરાશ કરી દીધી છે. નેટિઝન્સ આની ટીકા કરી મેમ્સ શેર કરી રહ્યા છે. ટ્‌વીટર પર એક યુઝરે સેફ અલી ખાના લુક કરી કે, ‘રાવણનો મિલિટ્રી કટ, સ્પાઇક અને દાઢીનો શેપ.’ યુઝરે આની સાથે રડવા વાળું ઈમોજી કોમેન્ટમાં એડ કર્યું. એક યુઝરે લખ્યું, ‘ગેમ ઓફ થ્રોન્સની બેશરમીથી કોપી.’ યૂઝરે ગેમ ઓફ થ્રોન્સની કેટલીક તસવીરો શેર કરી છે જે ‘આદિપુરુષ’ના સીન્સ જેવી દેખાઈ રહી છે. એકે લખ્યું, ૫૦૦ કરોડના બજેટમાં શું બનાવ્યું છે? આ ફિલ્મ કોઈ પણ એન્ગલથી ૫૦૦ કરોડ જેવી લાગતી નથી. એક યુઝરે લખ્યું, ‘ઓહો, આ તો જાની દુશ્મનના લેવલનું સીજીઆઈ છે.’ જયારે એકે લખ્યું, ‘૭૦૦ કરોડ રૂપિયાનું ટેમ્પલ રન છે.’ યુઝરે નિરાશાજનક ગણાવ્યું છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *