Maharashtra

આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે આલિયા રણબીરના લગ્નની તારીખ જણાવી

મુંબઈ
આલિયા અને રણબીર ગત કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જાેવા મળશે. થોડા દિવસો પહેલાં ફિલ્માંથી બંનેનો લુક જાહેર કરવામાં આવ્યો છે. એક સુપરહિરો ફિલ્મ છે. જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મનું શૂટિંગ પુરૂ થયું છે. ‘બ્રહ્માસ્ત્ર’ આલિયા અને રણબીરની સાથે પહેલી ફિલ્મ છે. જે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે.ગત થોડા દિવસોથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. બંને ખૂબ જ જલદી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. જાેકે કપલની વેડિંગ ડેટને લઇને અસમંજસની સ્થિતિ છે. ઘણા મીડીયા રિપોર્ટ્‌સમાં લગ્નની તારીખ અલગ-અલગ કહેવામાં આવી રહી છે પરંતુ હવે આલિયા ભટ્ટના અંકલે લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે. આલિયા ભટ્ટના અંકલ રોબિન ભટ્ટે લગ્નની ડેટનો ખુલાસો કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આલિયા અને રણબીરના વેડિંગ ફંક્શન્સ ૪ દિવસ સુધી ચાલશે. બંને ૧૪ એપ્રિલના રોજ સાત ફેરા લેશે અને મહેંદી સેરેમની ૧૩ એપ્રિલના રોજ થશે. રોબિન ભટ્ટે આ કન્ફોર્મ કર્યું કે લગ્ન બ્રાંદ્રા હાઉસ ‘વાસ્તુ’માં હશે. અત્રે નોંધનીય છે કે રોબિન ભટ્ટ એક જાણિતા રાઇટર છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ઘણા સ્ટાર ભાગ લઇ શકે છે, જેમાં કરણ જાેહર, શાહરૂખ ખાન, સંજય લીલા ભણસાલી, આકાંક્ષા રંજન, અનુષ્કા રંજન, રોહિત ધવન, વરૂણ ધવન, જાેયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ સામેલ છે. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આલિયાએ નક્કી કર્યું છે કે તે લગ્ન પછી હનિમૂન મઍટે સાઉથ આફ્રીકા જશે.

Ranbir-kapoor-and-Alia-Bhatt-Wedding-Date-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *