Maharashtra

ઉત્તરપ્રદેશના અલીગઋ પુલ નીચે બસ પડતાં ૧નું મોત

મુંબઈ
ઉત્તરપ્રદેશના અલીગઢના રોરાવર વિસ્તારમાં દ્ગૐ-૯૧ રિંગ રોડ ફ્લાયઓવર પર આ અકસ્માત થયો હતો. ફર્રુખાબાદથી મુસાફરોને લઈને દિલ્હી જઈ રહેલી રોડવેઝની બસ પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બસમાં સવાર ૨૦ જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોઝવેઝ બસ ૪૦ મુસાફરોને લઈને ફર્રુખાબાદથી દિલ્હી જઈ રહી હતી. બસ જેવી જ રોરાવર વિસ્તારમાં ઇલાના ફેક્ટરી પાસે દ્ગૐ ૯૧ રિંગ રોડ ફ્લાયઓવર પર પહોંચી કે તે બેકાબૂ થઈને નીચે પડી ગઈ. એસપી સિટી કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું કે, માહિતી પર પહોંચેલી પોલીસે બસમાં ફસાયેલા બે ડઝન ઘાયલ લોકોને બચાવ્યા અને તેમને સારવાર માટે ઠાકુર મલખાન સિંહ જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં ડૉક્ટરોએ એક મહિલાને મૃત જાહેર કરી.ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક બસ કાબૂ બહાર જઈને પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક પ્રવાસીનું મોત થયું હતું, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *