Maharashtra

ઉર્મિલા માતોંડકર પોતાનો ૪૮મો જન્મદિવસ ઉજવયો

,મુંબઈ
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર તેનો ૪૮મો જન્મદિવસ ઉજવી રહી છે. ઉર્મિલા માતોંડકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસની બે પોસ્ટ શેર કરી છે. પ્રથમ તસવીરમાં તે સ્ટ્રોબેરી કેક સાથે જાેવા મળી રહી છે. બે દિવસ પહેલા આ તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, ‘કેક કાપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પણ સ્ટ્રોબેરી કેકથીપ મારો જન્મદિવસ આજે નથી પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે.’ મોડી રાત્રે તેણે એક નવી તસવીર શેર કરી છે જેમાં તે તેના પતિ સાથે જાેવા મળી રહી છે. આ તસવીરમાં એક યમ્મી ચોકલેટી કેક પણ જાેવા મળે છે. તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘હંમેશા મને જે આશીર્વાદ મળી રહ્યા છે તેની ગણતરી કરોપ હું તેમના માટે આભારી છું.’ ઉર્મિતા માતોંડકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જેકી શ્રોફે લખ્યું, ‘બીડુ તું મારો પ્રેમ છે’ ઉર્મિલા માતોંડકરની તસવીર પર કોમેન્ટ કરતાં તુષાર કપૂરે લખ્યું, ‘જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ આ દિવસો વારંવાર આવે જણાવી દઈએ કે ઉર્મિલાએ નાનપણથી જ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જાેયું નથી. વર્ષ ૨૦૧૬માં તેણે બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૧૮ થી તે ફિલ્મી દુનિયાથી દૂર છે.

urmila-matondkar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *