Maharashtra

‘ઊંચાઈ’ના અપકમિંગ પ્રોજેક્ટની સ્ટાર કાસ્ટમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીને કાસ્ટ કર્યા

મુંબઈ
જાણીતા ફિલ્મમેકર સૂરજ બરજાત્યા ડાયરેક્શન ક્ષેત્રે કમબેક કરવા માટે સજ્જ છે. તેમણે ‘ઊંચાઈ’ના અપકમિંગ પ્રોજેક્ટની સ્ટાર કાસ્ટમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીને કાસ્ટ કર્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ પ્રમોશનલ એક્ટિવિટી પણ શરૂ થઈ છે. ફિલ્મના ટાઈટલને અનુરૂપ પોસ્ટરને મેકર્સ અને એક્ટર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં અમિતાભ, અનુપમ અને બોમન બરફથી છવાયેલા પર્વત પર ચડાણ કરતાં જાેવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં કેપ્શનમાં ફિલ્મના સબજેક્ટ વિશે પણ વાત કરાઈ છે. ઊંચાઈ સાથે ફ્રેન્ડશિપનું સેલિબ્રેશન. સેલિબ્રેટ લાઈફ, એક્સપિરિયન્સ મેજિક ઓફ ઊંચાઈ. આ સાથે ફિલ્મને ૧૧ નવેમ્બરના રોજ રિલીઝ કરવાની એનાઉન્સમેન્ટ પણ થઈ છે. અમિતાભ બચ્ચને પોસ્ટર શેર કરતાં જણાવ્યુ હતું કે, ઊંચાઈનું બીજું પોસ્ટર શેર કર્યું છે. આવો અને મારા ફ્રેન્ડ્‌સ અનુપમ ખેર, બોમન સાથે ફ્રેન્ડશિપ સેલિબ્રેટ કરો. એડવેન્ચર અને લાઈફને ફ્રેન્ડ્‌સ ફેમિલી સાથે એન્જાેય કરો. અનુપમ ખેર અને બોમન ઈરાનીએ પણ આ પોસ્ટર શેર કર્યું હતું. મે-૨૦૨૨માં ઊંચાઈ એનાઉન્સ થઈ હતી અને બહુ ઝડપથી શૂટિંગ પણ આટોપી લેવાયુ હતું. એક્શનના આ માહોલમાં સૂરજ બરજાત્યા ફરી એક વાર ઈમોશન્સ અને બોન્ડિંગનો જાદુ ચલાવવા માગે છે. ફિલ્મના સેકન્ડ પોસ્ટરમાં ત્રણેય એક્ટર્સની પાછળ બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો જાેવા મળે છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા, નીના ગુપ્તા અને સારિકા પણ મહત્ત્વના રોલમાં છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *