Maharashtra

એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો એક વીડિયોથી આવી યુઝર્સના નિશાને,

મુંબઈ
રામાનંદન સાગરના પૌરાણિક શૉ ‘રામાયણ’માં માતા સીતાનો રોલ કરી ચુકેલી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો એક વીડિયો જાેરદાર વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે તે ઇન્ટરનેટ યુઝર્સના નિશાને આવી ગઇ છે. તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં ઘણા લોકો તેને માતા સીતના રોલની યાદ અપાવી રહ્યાં છે અને સલાહ આપી રહ્યાં છે કે આવી હરકત તેમણે ફરી ન કરવી જાેઇએ. વીડિયો ખુદ દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાનું ક્વીક ટ્રાન્સફોર્મેશન બતાવી રહી છે. દીપિકા પહેલા ઘરના કપડાંમાં જાેવા મળી રહી છે અને તેણે સેન્ડલ પોતાના હાથમાં પહેર્યા છે. તે બાદ તરત જ તે ગ્રીન કલરના ગાઉનમાં તે જ સેન્ડલ પગમાં પહેરેલી જાેવા મળી રહી છે. આ વીડિયોમાં તે એકદમ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે. દીપિકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘ચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મેશન’ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવતાની સાથે જ લોકો તેની મજા લઇ રહ્યાં છે. એક યુઝરે લખ્યું, કળિયુગની સીતા. અન્ય એક યુઝરે લખ્યું, માતા સીતા, આ તમે શું કહી રહ્યાં છો?. એક યુઝરે કમેન્ટ કરી કે, નહીં, કૃપા કરો આને હટાવીને મા. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, તમને બધા સીતા માતાના રૂપમાં જુએ છે. પ્લીઝ ક્યારેય આવી ખોટી પોસ્ટ ન કરતા. અન્ય એક યુઝરની કમેન્ટ છે કે, તમને આ બધુ શોભા નથી આપતુ. તેવામાં એક યુઝરે એવું લખ્યું કે, તમારી દરેક ઘરમાં પૂજા થાય છે સીતા માતા, પછી આવો અવતાર શા માટે? હાલમાં જ દીપિકા ઘણી ચર્ચામાં હતી જ્યારે તેણે પ્રભાસ સ્ટારર ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ પરના વિવાદ પર રિએક્શન આપ્યું હતું. દીપિકાના કહેવા પ્રમાણે, તેને નથી લાગતું કે રામાયણની વાર્તામાં ફહ્લઠનો સમાવેશ કરવો જાેઈએ. દીપિકાનું નિવેદન હતું, “મેં આદિપુરુષનું ટીઝર જાેયું છે અને મને લાગે છે કે રામાયણની એક વાર્તા છે, જે સત્યની વાર્તા છે અને સાત્વિકતાની વાર્તા છે. હું રામાયણ સાથે ફહ્લઠની તરફેણમાં નથી. આ મારો અંગત અભિપ્રાય. છે.” વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે આયુષ્માન ખુરાના સ્ટારર ‘બાલા’ માં જાેવા મળી હતી, જે ૨૦૧૯ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણે યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *