Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સીમિત ઘટાડો

 

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9862 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3401 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.52 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,48,300 સોદાઓમાં કુલ રૂ.13,317.50 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9862.9 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3401.67 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 71,205 સોદાઓમાં કુલ રૂ.4,481.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,225 અને નીચામાં રૂ.49,863 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.94 ઘટી રૂ.50,079ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 ઘટી રૂ.40,225 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.5,011ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,159ના ભાવે ખૂલી, રૂ.96 ઘટી રૂ.50,141ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,752ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,320 અને નીચામાં રૂ.60,594 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 144 ઘટી રૂ.61,012 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 134 ઘટી રૂ.61,332 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.142 ઘટી રૂ.61,341 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,307 સોદાઓમાં રૂ.1,387.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.242.65 અને જસત મે વાયદો રૂ.2.10 ઘટી રૂ.314ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.762.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,420 સોદાઓમાં કુલ રૂ.3,903.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,796ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,897 અને નીચામાં રૂ.8,750 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.7 ઘટી રૂ.8,842 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.40 વધી રૂ.647.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 898 સોદાઓમાં રૂ.90.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.48,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,830 અને નીચામાં રૂ.48,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.170 વધી રૂ.49,520ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,550ના ભાવે ખૂલી, રૂ.50 ઘટી રૂ.17550 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.1100.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,527.70 કરોડનાં 5,048.006 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,953.81 કરોડનાં 319.650 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,715.97 કરોડનાં 19,76,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,187 કરોડનાં 34061250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.75.09 કરોડનાં 15150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.15.51 કરોડનાં 138.96 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.02 કરોડનાં 1 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,758.714 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 781.646 ટન, ક્રૂડ તેલમાં 798100 બેરલ અને નેચરલ ગેસમાં 9568750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 94350 ગાંસડી, મેન્થા તેલમાં 554.76 ટન, રબરમાં 7 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.52.93 કરોડનાં 743 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,255ના સ્તરે ખૂલી, 33 પોઈન્ટ ઘટી 14,276ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.3,401.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.736.09 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30.48 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,411.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,223.74 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 97.96 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100.50 ખૂલી, ઊપરમાં રૂ.100.50 અને નીચામાં રૂ.65 રહી, અંતે રૂ.15.50 ઘટી રૂ.87.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જૂન રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.385 અને નીચામાં રૂ.341.10 રહી, અંતે રૂ.0.20 વધી રૂ.371.40 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27 ખૂલી, ઊપરમાં રૂ.32.90 અને નીચામાં રૂ.23.90 રહી, અંતે રૂ.4.25 વધી રૂ.31.30 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.91 ખૂલી, ઊપરમાં રૂ.127 અને નીચામાં રૂ.89 રહી, અંતે રૂ.19.50 ઘટી રૂ.112 થયો હતો. ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.680 ખૂલી, ઊપરમાં રૂ.720 અને નીચામાં રૂ.594 રહી, અંતે રૂ.74.50 ઘટી રૂ.709.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.891 ખૂલી, ઊપરમાં રૂ.1,050 અને નીચામાં રૂ.891 રહી, અંતે રૂ.22.50 ઘટી રૂ.950.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જૂન રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.282 ખૂલી, ઊપરમાં રૂ.296 અને નીચામાં રૂ.251.40 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.264.70 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.25 ખૂલી, ઊપરમાં રૂ.15.85 અને નીચામાં રૂ.11.25 રહી, અંતે રૂ.1.65 ઘટી રૂ.12.55 થયો હતો. સોનું મે રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.92 ખૂલી, ઊપરમાં રૂ.112 અને નીચામાં રૂ.68 રહી, અંતે રૂ.7 વધી રૂ.84 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,560 ખૂલી, ઊપરમાં રૂ.1,560 અને નીચામાં રૂ.1,292.50 રહી, અંતે રૂ.46 વધી રૂ.1,426 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *