Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિ

 

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9238 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5544 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.45 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,62,370 સોદાઓમાં કુલ રૂ.14,826.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9237.9 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5543.79 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,680 સોદાઓમાં કુલ રૂ.3,471.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,471ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,802 અને નીચામાં રૂ.50,471 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.201 વધી રૂ.50,745ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.139 વધી રૂ.40,607 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.5,071ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,551ના ભાવે ખૂલી, રૂ.189 વધી રૂ.50,768ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,999 અને નીચામાં રૂ.61,425 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.307 વધી રૂ.61,871 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.320 વધી રૂ.62,159 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.328 વધી રૂ.62,174 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,007 સોદાઓમાં રૂ.1,920.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.95 વધી રૂ.247.65 અને જસત મે વાયદો રૂ.2.40 વધી રૂ.322ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.7.75 વધી રૂ.776.80 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.182ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,759 સોદાઓમાં કુલ રૂ.3,656.61 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,416ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,582 અને નીચામાં રૂ.8,416 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.101 વધી રૂ.8,565 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.90 ઘટી રૂ.620.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,441 સોદાઓમાં રૂ.189.42 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.49,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,650 અને નીચામાં રૂ.48,910 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.49,220ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.60 ઘટી રૂ.1097.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,753.37 કરોડનાં 3,455.245 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,718.18 કરોડનાં 277.205 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,393.48 કરોડનાં 16,40,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,263 કરોડનાં 36180000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.172.63 કરોડનાં 35050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.16.79 કરોડનાં 150.12 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,866.582 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 740.766 ટન, ક્રૂડ તેલમાં 721400 બેરલ અને નેચરલ ગેસમાં 8558750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 94525 ગાંસડી, મેન્થા તેલમાં 558 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.45.02 કરોડનાં 623 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,400ના સ્તરે ખૂલી, 59 પોઈન્ટ વધી 14,465ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.5,543.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.846.55 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,270.25 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,370.43 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.148.17 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.35 ખૂલી, ઊપરમાં રૂ.65 અને નીચામાં રૂ.35 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.63.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જૂન રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.475 ખૂલી, ઊપરમાં રૂ.538.20 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.59.50 વધી રૂ.530.90 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.80 ખૂલી, ઊપરમાં રૂ.14.80 અને નીચામાં રૂ.9 રહી, અંતે રૂ.12.90 ઘટી રૂ.11.30 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.124 ખૂલી, ઊપરમાં રૂ.193.50 અને નીચામાં રૂ.124 રહી, અંતે રૂ.40 વધી રૂ.181.50 થયો હતો. ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.270 ખૂલી, ઊપરમાં રૂ.279 અને નીચામાં રૂ.248.50 રહી, અંતે રૂ.3.50 ઘટી રૂ.260.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.600 અને નીચામાં રૂ.420 રહી, અંતે રૂ.160 ઘટી રૂ.480.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7 ખૂલી, ઊપરમાં રૂ.14.30 અને નીચામાં રૂ.7 રહી, અંતે રૂ.7.05 વધી રૂ.12.65 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.540 ખૂલી, ઊપરમાં રૂ.570 અને નીચામાં રૂ.458.30 રહી, અંતે રૂ.42.60 ઘટી રૂ.465.20 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.128.50 ખૂલી, ઊપરમાં રૂ.128.50 અને નીચામાં રૂ.73 રહી, અંતે રૂ.46.50 ઘટી રૂ.80 થયો હતો. ચાંદી જૂન રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,203.50 ખૂલી, ઊપરમાં રૂ.1,203.50 અને નીચામાં રૂ.1,006.50 રહી, અંતે રૂ.276 ઘટી રૂ.1,061 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *