Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈ

કોટનમાં ઉછાળોઃ રબર ઢીલુઃ મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 70 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 620 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 35 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,47,285 સોદાઓમાં કુલ રૂ.13,648.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 70 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 620 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 35 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 49,914 સોદાઓમાં કુલ રૂ.3,119.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,075ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,100 અને નીચામાં રૂ.51,813 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.226 ઘટી રૂ.51,852ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.79 ઘટી રૂ.41,377 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.5,151ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,924ના ભાવે ખૂલી, રૂ.187 ઘટી રૂ.51,654ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,663ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,663 અને નીચામાં રૂ.69,111 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 141 ઘટી રૂ.69,179 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 108 ઘટી રૂ.69,291 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.124 ઘટી રૂ.69,277 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,693 સોદાઓમાં રૂ.1,421.51 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.284.15 અને જસત માર્ચ વાયદો રૂ.1.45 વધી રૂ.335ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.55 ઘટી રૂ.809.20 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.267.1 વધી રૂ.2,592.40 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 51,692 સોદાઓમાં કુલ રૂ.4,638.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,624ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,624 અને નીચામાં રૂ.8,334 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.261 ઘટી રૂ.8,405 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 વધી રૂ.416 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,988 સોદાઓમાં રૂ.246.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,630ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.41,050 અને નીચામાં રૂ.40,530 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.590 વધી રૂ.41,050ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,700ના ભાવે ખૂલી, રૂ.57 ઘટી રૂ.16865 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.90 વધી રૂ.1022.70 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,978 સોદાઓમાં રૂ.1,817.06 કરોડનાં 3,492.676 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,936 સોદાઓમાં કુલ રૂ.1,302.87 કરોડનાં 187.727 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 27,376 સોદાઓમાં રૂ.2,819.69 કરોડનાં 33,31,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 24,316 સોદાઓમાં રૂ.1,819 કરોડનાં 43650000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,530 સોદાઓમાં રૂ.227.21 કરોડનાં 55325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 447 સોદાઓમાં રૂ.19.16 કરોડનાં 182.52 ટન, રબરના વાયદાઓમાં 11 સોદાઓમાં રૂ.0.25 કરોડનાં 15 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 25,495.331 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 392.752 ટન, ક્રૂડ તેલમાં 832900 બેરલ અને નેચરલ ગેસમાં 11015000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 190500 ગાંસડી, મેન્થા તેલમાં 428.04 ટન, રબરમાં 51 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 831 સોદાઓમાં રૂ.68.62 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 806 સોદાઓમાં રૂ.65.76 કરોડનાં 858 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 19 સોદાઓમાં રૂ.2.21 કરોડનાં 20 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 6 સોદાઓમાં રૂ..65 કરોડનાં 6 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 562 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 43 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 41 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,730ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,730 અને નીચામાં 8,695ના સ્તરને સ્પર્શી, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ ઘટી 8,717ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,349ના સ્તરે ખૂલી, 70 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ ઘટી 15,298ના સ્તરે અને મેટલડેક્સએપ્રિલ વાયદો 21,850ના સ્તરે ખૂલી, 620 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 95 પોઈન્ટ વધી 21962 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 35167 સોદાઓમાં રૂ.4,153.50 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.929.02 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51.93 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,824.08 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.347.82 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 173.45 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.572.40 ખૂલી, ઊપરમાં રૂ.572.40 અને નીચામાં રૂ.441.20 રહી, અંતે રૂ.107.90 ઘટી રૂ.474.60 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.15 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.23.50 ઘટી રૂ.0.50 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ રૂ.420ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.34.50 ખૂલી, ઊપરમાં રૂ.36.90 અને નીચામાં રૂ.30 રહી, અંતે રૂ.0.70 વધી રૂ.35.45 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.381 ખૂલી, ઊપરમાં રૂ.496.10 અને નીચામાં રૂ.381 રહી, અંતે રૂ.94.70 વધી રૂ.475.70 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.10 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.13.50 ઘટી રૂ.1.50 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.20 ખૂલી, ઊપરમાં રૂ.27.90 અને નીચામાં રૂ.22.10 રહી, અંતે રૂ.0.90 ઘટી રૂ.25 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *