Maharashtra

એમસીએક્સસીસીએલે ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોનમાં બેઝ મેટલ્સ માટે પહેલા વેરહાઉસને માન્યતા આપી

સોનાના વાયદામાં રૂ.64નો સુધારોઃ ચાંદી રૂ.663 નરમઃ ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.359 લપસ્યોઃ કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11353 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14436 કરોડનું ટર્નઓવર

મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (“એમસીએક્સસીસીએલ”)એ આર્શિયા ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન (“એફટીડબ્લ્યુઝેડ”) પનવેલ, મુબઇમાં માર્જિનના હેતુ માટે ગીરવે મુકવામાં આવતા બેઝ મેટલ્સના સંગ્રહ માટે વેરહાઉસને માન્યતા આપી છે.

એમસીએક્સસીસીએલે એફટીડબ્લ્યુઝેડ ખાતે મેટલની ડીપોઝીટને સમાવવા માટે જામીનગીરી (કોલેટરલ)ના વ્યાપમાં વધારો કર્યો છે. તે એવા ગ્રાહકોને લાભકર્તા હશે જેઓ જકાત ચૂકવણી અને ક્લિયરિંગની ઝંઝટમાં પડ્યા વિના લાંબા ગાળા સુધી પોતાનો માલ જાળવી રાખવા માગતા હોય. આ રીતે તેઓ પ્રતિબદ્ધ બાયર (ગ્રાહક) વિના માલના ક્લિયરિંગને ટાળી શકે છે અને તેના બદલે તેઓ કાર્ગોને અન્ય સ્થળે (ડેસ્ટિનેશન) પર વાળી શકે છે. એફટીડબ્લ્યુઝેડ ખાતેના હોલ્ડિંગના આ પ્રકારના સમયગાળા દરમિયાન, આયાતકારો હવે એમસીએક્સ પર હેજ કરી શકે છે એટલુ જ નહી પરંતુ એમસીએક્સસીસીએલ પાસે જામીનગીરી તરીકે મેટલને ગીરવે મુકવાની સવલત પણ પ્રાપ્ત કરી શકે છે. આ જામીનગીરીમાં આયાત જકાત અને વાહનવ્યવહાર ખર્ચની ગોઠવણી કર્યા બાદ જે ઓછુ મૂલ્ય આવે તેની પર 30% આવશ્યક નુકસાન રહેશે.

માલને આવશ્યક રીતે ક્લિયર કરવાનો રહેશે અને ત્યાર બાદ એમસીએક્સસીસીએલ માન્ય વેરહાઉસમાં તો જ જમા કરાવવાનો રહેશે જો આયાતકાર એક્સચેન્જ પર માલની ડિલવરી આપવા માગતો હોય.

“એફટીડબ્લ્યુઝેડ કનેક્ટની સવલત પૂરી પાડીને અમે આયાતકારને માર્જિનના લાભ મેળવવાના વધારાના ફાયદા સાથે હેજ કરવા માટે એક્સચેન્જ પર ભાગીદારી કરવાનું આમંત્રણ આપીએ છીએ. અમે પ્રોડક્ટ એડવાઇઝરી કમિટી અને સેબીનો સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમને માર્ગદર્શન આપવા બદલ આભાર માનીએ છીએ”, એમ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (એમસીએક્સસીસીએલ)ના એમડી અને સીઇઓ નરેન્દ્ર અહલાવતે જણાવ્યું હતુ.

દરમિયાન, એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,81,136 સોદાઓમાં કુલ રૂ.25,826.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11352.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14436.18 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,519 સોદાઓમાં કુલ રૂ.5,157.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,680ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,794 અને નીચામાં રૂ.50,527ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64 વધી રૂ.50,708ના ભાવે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,777ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,780 અને નીચામાં રૂ.56,020ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.663 ઘટી રૂ.56,262ના સ્તરે બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,210 સોદાઓમાં રૂ.2,685.28 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 વધી રૂ.207 અને જસત જુલાઈ વાયદો રૂ.1.05 ઘટી રૂ.275ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.10.95 ઘટી રૂ.637.95 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,711 સોદાઓમાં કુલ રૂ.3,459.96 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,162 અને નીચામાં રૂ.7,838ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.359 ઘટી રૂ.7,895 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.30 વધી રૂ.530 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 588 સોદાઓમાં રૂ.49.92 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,250 અને નીચામાં રૂ.43,510ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.43,710ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 વધી રૂ.1006.90 થયો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.37.43 કરોડનાં 533 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,075ના સ્તરે ખૂલી, 52 પોઈન્ટ ઘટી 14,029ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14,436.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.334.27 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.82 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,509.67 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,516.76 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.281.74 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.207 અને નીચામાં રૂ.97 રહી, અંતે રૂ.144.90 ઘટી રૂ.110.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.95 ખૂલી, ઊપરમાં રૂ.30.40 અને નીચામાં રૂ.19.95 રહી, અંતે રૂ.7.40 વધી રૂ.27.15 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.426.50 ખૂલી, ઊપરમાં રૂ.470 અને નીચામાં રૂ.370 રહી, અંતે રૂ.16.50 વધી રૂ.435 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.135.10 ખૂલી, ઊપરમાં રૂ.313.30 અને નીચામાં રૂ.132.70 રહી, અંતે રૂ.148.90 વધી રૂ.278.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.50 ખૂલી, ઊપરમાં રૂ.28.65 અને નીચામાં રૂ.19.10 રહી, અંતે રૂ.5.05 ઘટી રૂ.22.70 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.301 ખૂલી, ઊપરમાં રૂ.335 અને નીચામાં રૂ.280 રહી, અંતે રૂ.9 ઘટી રૂ.292 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *