Maharashtra

કંગના રનૌતે ધાકડના ટ્રેલર લોન્ચ સમયે ગ્લેમરસ અંદાજમાં દેખાઈ

મુંબઈ
ધાકડના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી. કંગનાએ આને પોતાની ધાકડ એન્ટ્રી ગણાવી છે. આ તસવીરોમાં કંગના રનૌત બ્લેક શોર્ટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક છે. કંગના રનૌતે હીલવાળા બ્લેક શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ દરમિયાન કંગનાનો પોઝીટીવ દેખાવ જાેવા મળ્યો હતો. કંગના રનૌત શાનદાર અંદાજમાં ફોટો માટે પોઝ આપતી જાેવા મળી હતી. તેણે ફેન્સને ઈવેન્ટ દરમિયાન કરેલા ફોટોશૂટની ઝલક પણ બતાવી. કંગના રનૌતને આ સ્ટાઇલિશ લુક ફેશન સ્ટાઈલિશ તાન્યા ગવરી દ્વારા આપવામાં આવ્યો છે. તેનું ફોટોશૂટ તેજસ નેરુકરે કર્યુ છે. ‘ધાકડ’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને ડિરેક્ટર રજનીશ ઘાઈ પણ હાજર હતા. આ દરમિયાન બધાએ ફિલ્મ સાથે જાેડાયેલા પોતાના અનુભવો શેર કર્યા. ‘ધાકડ’ ૨૦ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ‘ભૂલ ભુલૈયા ૨’ સાથે સ્પર્ધા કરશે.

Kangna-Ranaut-Dhaakad-Helicopter-Landing-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *