સોનાના વાયદામાં રૂ.7નો મામૂલી ઘટાડોઃ ચાંદી રૂ.302 ઢીલીઃ ક્રૂડ તેલમાં રૂ.23ની
વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7276 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ. 8415 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 23 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,24,279 સોદાઓમાં કુલ રૂ.15,714.13 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7275.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8415.2 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,995 સોદાઓમાં કુલ રૂ.4,095.64 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.54,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,120 અને નીચામાં રૂ.54,860ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.7 ઘટી રૂ.54,964ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.747
ઘટી રૂ.43,401 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.5,408ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,634ના ભાવે ખૂલી, રૂ.46 વધી રૂ.54,688ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,604ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.69,984 અને નીચામાં રૂ.69,211ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 302 ઘટી
રૂ.69,465ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 244 ઘટી રૂ.69,446 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.227 ઘટી રૂ.69,446 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,266 સોદાઓમાં રૂ.1,268.49 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 વધી રૂ.210.35 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.30 વધી
રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.723 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ
રૂ.1.35 વધી રૂ.188ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,255 સોદાઓમાં કુલ રૂ.1,898.90 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,503ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,568 અને
નીચામાં રૂ.6,454ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.23 વધી રૂ.6,496 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.378.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 184 સોદાઓમાં રૂ.12.71 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ
એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,647.50 બોલાઈ રહ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.28,300ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.28,800 અને નીચામાં રૂ.28,300ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.420 વધી રૂ.28,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.90
ઘટી રૂ.1014 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,505.05 કરોડનાં
2,738.269 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,590.59 કરોડનાં 372.247 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.740.15 કરોડનાં 11,35,900 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.1,159 કરોડનાં 3,09,65,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના
વાયદાઓમાં રૂ.5.94 કરોડનાં 2075 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.74 કરોડનાં 66.24 ટનના વેપાર
થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,041.820 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 990.843 ટન, ક્રૂડ તેલમાં 673200 બેરલ અને નેચરલ ગેસમાં 37427500
એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 16025 ગાંસડી, મેન્થા તેલમાં 482.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.23.19 કરોડનાં
301 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,396ના સ્તરે ખૂલી, 15 પોઈન્ટ ઘટી 15,395ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,415.20 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.448.54 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.138.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,842.48 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,984.14 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 273.96 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.258.80 ખૂલી, ઊપરમાં રૂ.288.80 અને નીચામાં રૂ.234.70 રહી, અંતે રૂ.15.80 વધી રૂ.257 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.30.30 ખૂલી, ઊપરમાં રૂ.31.35 અને નીચામાં રૂ.26.75 રહી, અંતે રૂ.0.70 વધી રૂ.30.05 થયો હતો. સોનું
જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.200
અને નીચામાં રૂ.158 રહી, અંતે રૂ.8.50 વધી રૂ.180 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,222.50 ખૂલી, ઊપરમાં રૂ.2,420 અને નીચામાં રૂ.2,100 રહી, અંતે રૂ.185
ઘટી રૂ.2,160 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.472 ખૂલી, ઊપરમાં રૂ.499 અને નીચામાં રૂ.444 રહી, અંતે રૂ.14.50 વધી રૂ.471.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.251 ખૂલી, ઊપરમાં રૂ.286 અને નીચામાં રૂ.226.40 રહી, અંતે રૂ.9.40 ઘટી રૂ.262.90
થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
એમએમબીટીયૂદીઠ રૂ.24 ખૂલી, ઊપરમાં રૂ.26.40 અને નીચામાં રૂ.22.75 રહી, અંતે રૂ.0.90 ઘટી રૂ.24.10 થયો
હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.254.50 ખૂલી,
ઊપરમાં રૂ.268.50 અને નીચામાં રૂ.225.50 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.260 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી
રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.895 ખૂલી, ઊપરમાં રૂ.989 અને નીચામાં
રૂ.806 રહી, અંતે રૂ.60 વધી રૂ.945 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.800 ખૂલી, ઊપરમાં રૂ.880 અને નીચામાં રૂ.760 રહી, અંતે રૂ.47.50 વધી રૂ.855 થયો
હતો.
