Maharashtra

કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સ વાયદામાં 74 પોઈન્ટની મૂવમેન્ટ

 

સોનાનો વાયદો રૂ.13 સુધર્યોઃ ચાંદી રૂ.12 નરમઃ ક્રૂડ તેલમાં રૂ.24ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં નરમાઈઃ કોટનમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7899 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3747 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.34 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,725 સોદાઓમાં કુલ રૂ.11,679.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7899.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3747.1 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,834 સોદાઓમાં કુલ રૂ.3,382.36 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,977ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,145 અને નીચામાં રૂ.50,881 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી રૂ.50,999ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.40,703 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,077ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,889ના ભાવે ખૂલી, રૂ.19 વધી રૂ.50,964ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,415ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,720 અને નીચામાં રૂ.61,311 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 ઘટી રૂ.61,515 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.11 ઘટી રૂ.61,760 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.16 ઘટી રૂ.61,773 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,757 સોદાઓમાં રૂ.1,868.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.214.85 અને જસત જૂન વાયદો રૂ.5.15 ઘટી રૂ.311ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.65 ઘટી રૂ.747.05 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,073 સોદાઓમાં કુલ રૂ.2,605.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.9,109ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.9,281 અને નીચામાં રૂ.9,096 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 વધી રૂ.9,188 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.582.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 585 સોદાઓમાં રૂ.42.35 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,350 અને નીચામાં રૂ.46,840 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.47,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.70 ઘટી રૂ.1038.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,497.91 કરોડનાં 2,935.978 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,884.45 કરોડનાં 304.818 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,218.47 કરોડનાં 13,47,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,387 કરોડનાં 23833750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.25.88 કરોડનાં 5500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.16.47 કરોડનાં 156.96 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,949.629 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 691.333 ટન, ક્રૂડ તેલમાં 642800 બેરલ અને નેચરલ ગેસમાં 6005000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 68600 ગાંસડી, મેન્થા તેલમાં 542.88 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.79 કરોડનાં 467 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,437ના સ્તરે ખૂલી, 74 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ ઘટી 14,462ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.3,747.10 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.189.22 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.87.34 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,702.85 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,767.31 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.119.50 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ જૂન રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18 ખૂલી, ઊપરમાં રૂ.25.90 અને નીચામાં રૂ.17 રહી, અંતે રૂ.0.50 વધી રૂ.21.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.259.90 ખૂલી, ઊપરમાં રૂ.323.50 અને નીચામાં રૂ.231.10 રહી, અંતે રૂ.2.90 ઘટી રૂ.282.10 થયો હતો. સોનું જુલાઈ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.161.50 ખૂલી, ઊપરમાં રૂ.227.50 અને નીચામાં રૂ.161 રહી, અંતે રૂ.22 વધી રૂ.216.50 થયો હતો. સોનું-મિની જૂન રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.455 ખૂલી, ઊપરમાં રૂ.625 અને નીચામાં રૂ.350 રહી, અંતે રૂ.45.50 વધી રૂ.464 થયો હતો. ચાંદી જૂન રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.506.50 ખૂલી, ઊપરમાં રૂ.686 અને નીચામાં રૂ.506.50 રહી, અંતે રૂ.6 વધી રૂ.594.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150 ખૂલી, ઊપરમાં રૂ.527.90 અને નીચામાં રૂ.150 રહી, અંતે રૂ.10.70 ઘટી રૂ.482.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઊપરમાં રૂ.15.40 અને નીચામાં રૂ.10.15 રહી, અંતે રૂ.0.25 વધી રૂ.12.95 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.500 ખૂલી, ઊપરમાં રૂ.518.50 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.23.50 ઘટી રૂ.471 થયો હતો. ચાંદી જૂન રૂ.61,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.640 ખૂલી, ઊપરમાં રૂ.688 અને નીચામાં રૂ.500 રહી, અંતે રૂ.12.50 ઘટી રૂ.594.50 થયો હતો. સોનું-મિનીજૂન રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180.50 ખૂલી, ઊપરમાં રૂ.214 અને નીચામાં રૂ.155 રહી, અંતે રૂ.27 ઘટી રૂ.159 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *