Maharashtra

કે એલ રાહુલ આઈપીએલની ૪ સિઝનમાં ૬૦૦થી વધુ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી

મુંબઈ
લખનૌ સુપર જાયન્ટ્‌સના કેપ્ટન કેએલ રાહુલે ૨૫ મેના રોજ એક એવી લડાઈ લડવાનો પ્રયાસ કર્યો જેમાં તે જીત મેળવી શક્યો નહીં. શરૂઆતમાં ખૂબ જ ધીમા રમતા રાહુલે છેલ્લી ઓવરોમાં ગિયર બદલવાનો પ્રયાસ કર્યો પરંતુ ઇઝ્રમ્ના બોલરોએ ડેથ ઓવર્સમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ૈંઁન્ ૨૦૨૨ ની એલિમિનેટર મેચમાં ન્જીય્ ટીમ હારી ગઈ હતી. આ સાથે લખનૌ પણ સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે. રાહુલે ૫૮ બોલમાં ૭૯ રનની ઇનિંગ રમી હતી. દ્ભન્ રાહુલ ૈંઁન્ના ઈતિહાસમાં ૪ સિઝનમાં ૬૦૦ પ્લસનો સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કેએલ રાહુલે બીજી પ્લે-ઓફ મેચ એટલે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ૈંઁન્ની ૨૦૨૨ સીઝનમાં રાહુલે ઓપનિંગ દરમિયાન ૧૫ મેચમાં ૬૬૧ રન બનાવ્યા છે. તેણે ૨૦૨૧ની સિઝનમાં ૧૩ મેચ રમીને ૬૨૬ રન બનાવ્યા હતા. રાહુલે અગાઉ ૨૦૨૦ની સિઝનમાં ૧૪ મેચમાં ૬૭૦ રન બનાવ્યા હતા અને ૨૦૧૮ની સિઝનમાં ૬૫૯ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આઈપીએલમાં ત્રણ અલગ-અલગ સિઝન દરમિયાન ૬૦૦થી વધુ રન બનાવ્યા છે. ગેલે આ ૬૦૦ રન ૨૦૧૧, ૧૨ અને ૧૩ સીઝનમાં બનાવ્યા હતા અને તે સમયે તે ઇઝ્રમ્નો ભાગ હતો. આજે ક્રિસ ગેલને ઇઝ્રમ્ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડેવિડ વોર્નરે ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. લેટેસ્ટ મેચમાં રાહુલ પાટીદારની ૧૧૨ રનની ઈનિંગને કારણે લખનૌની ટીમ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઇઝ્રમ્એ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૦૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્‌સની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૯૩ રન બનાવી શકી હતી. લખનૌની ટીમ માટે આ અભિયાન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું, કારણ કે તેઓ સિઝનની શ્રેષ્ઠ ટીમ બની રહી હતી પરંતુ લીગ મેચોમાં તેમને કેટલાક અણધાર્યા આંચકોનો પણ સામનો કરવો પડ્યો હતો. અંતે ન્જીય્એ ૧૮ પોઈન્ટ સાથે તેમનું અભિયાન પૂરું કર્યું પરંતુ રન રેટમાં રાજસ્થાન રોયલ્સથી પાછળ રહી ગઈ અને ત્રીજા સ્થાને આવી. તે હવે એલિમિનેટર મેચમાં ઇઝ્રમ્ ટીમ સામે હારી ગઇ છે. એલિમિનેટર મેચમાં લખનૌની ટીમે પણ ઘણા કેચ છોડ્યા અને તેની શરૂઆત પણ ધીમી કરી હતી કેએલ રાહુલે રજત પાટીદારની ઇનિંગ્સને બંને ટીમોની જીત અને હાર વચ્ચેનો તફાવત ગણાવ્યો છે. પાટીદારને ત્રણ વખત જીવનદાન આપવામાં આવ્યું. કેએલ રાહુલ કહે છે કે અમે ફિલ્ડિંગમાં ખૂબ જ ખરાબ હતા. જાે કે, રાહુલ ખુશ છે કે તે ૈંઁન્ સિઝનમાં પ્રથમ વખત રમી રહ્યો છે અને આ ટીમ ટોપ ચારમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ દરમિયાન રાહુલે મોહસીન ખાનના વખાણ કર્યા, જે તેની ડાબા હાથની ફાસ્ટ બોલિંગથી સતત પ્રભાવિત છે.

India-Sport-IPL-K-L-Rahul-kl-rahul-went-on-to-set-a-big-record-becoming-the-first-player-to-do-this-in-the-ipl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *